ઇબ્રાહમની ફિલ્મનું ટીઝરને ચાહકોનો નબળો પ્રતિસાદ
- આ ફિલ્મમાં અભિનેતા તેમજ ખુશી કપૂરની એકટિંગ લોકોને આકર્ષી શકે તે વાતમાં શંકા
મુંબઇ : સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન નાદાંનિયા નામની એક લવ સ્ટોરીથી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યો છે. જોકે તેની પ્રથમ ફિલ્મ ઓટીટી રિલીઝ છે જેમાં તેણે ખુશી કપૂર સાથે જોડી જમાવી છે. હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મે તેમની ફિલ્મ નાદાંનિયાનું ટીઝર રિલીઝ કર્યુ ંહતું જે જોઇને સોશિયલ મીડિયાના યુઝર્સોએ બન્નેની અભિનય ક્ષમતાને વખોડી કાઢી છે. એટલું જ નહીં તેમણે આ ફિલ્મની સરખામણી કરણ જોહરની સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરથી કરી છે. સોશિયલ મીડિયાના યુઝર્સોએ ફિલ્મ નાદાંનિયાને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરનું રીપેકેજ્ડ સમાન ગણાવ્યું છે. તો વળી ઘણાએ તેમની ડાયલોગ ડિલીવરીને પણ વખોડી કાઢી છે.
ફિલ્મના ટ્રેલરમાં ઇબ્રાહિમ અલી ખાન અર્જુન મહેતા નામના યુવકનો રોલ કરી રહેલો જોવા મળે છે. જ્યારે ખુશી કપૂર પિયા જય સિંહની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં અર્જુન પિયાનું હૃદયભંગ કરે છે એ દ્રશ્ય ફિલ્મનો યુ ટર્ન હોવાનું જણાય છે.
કરણ જોહરની આ ફિલ્મનું દિગ્દર્શન સુહાના ગૌતમનું છે. તેમજ તેમાં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ઉપરાંત મહિમા ચૌધરી, સુનીલ શેટ્ટી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ મહત્વના રોલમાં જોવા મળે છે.
આ ફિલ્મનું પ્રિમિયર ઓટીટી પ્લેટફોર્મ પર ૭ માર્ચના રોજ કરવામાં આવશે.