અલ્લુ અર્જૂને ફરી 'પુષ્પા ટૂ'નું શૂટિંગ શરૂ કરતાં ચાહકોને હાશકારો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જૂને ફરી 'પુષ્પા ટૂ'નું શૂટિંગ શરૂ કરતાં ચાહકોને હાશકારો 1 - image


- દિગ્દર્શક સાથે મતભેદમાં શૂટિંગ રખડયું હતું

- હૈદરાબાદમાં ક્લાઈમેક્સનું શૂટિંગ શરુ થયાની પોસ્ટ ફિલ્મની ટીમ દ્વારા શેર કરાઈ

મુંબઇ : અલ્લુ અર્જુને 'પુષ્પા ટૂ'નું શૂટિંગ ફરી શરુ કરી દેતાં આ ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકોને હાશકારો થયો છે. તેના અને દિગ્દર્શક સુકુમાર વચ્ચે મતભેદો સર્જાતાં શૂટિંગ લાંબા સમયથી રખડી પડયું હોવાની ચર્ચાઓ લાંબા સમયથી હતી. 

ફિલ્મની ટીમે  શેર કરેલી પોસ્ટ મુજબ ફિલ્મના ક્લાઈમેક્સના દૃશ્યોનું શૂટિંગ હૈદરાબાદમાં શરુ થઈ ગયું છે અને અલ્લુ અર્જુન સેટ પર ઉપસ્થિત થઈ ચૂક્યો છે. 

આ પહેલાં એવા પણ અહેવાલો હતા કે ફિલ્મમાં અલ્લુ અર્જુનના દુશ્મનની ભૂમિકા ભજવી રહેલા ફહાદ ફાસિલે શૂટિંગ માટે તારીખો આપવાનો ઈનકાર કરી દેતાં ફિલ્મની રીલિઝ લંબાઈ શકે છે. આ ફિલ્મ મૂળ તો તા. ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી. જોકે, કેટલાંય દૃશ્યોનું રિશૂટ થતાં હવે ફિલ્મ આગામી ડિસેમ્બરમાં  રીલિઝ થવાની છે 


Google NewsGoogle News