Boycott TMKOC: દયાભાભી ન આવી તો ફેન્સ ગુસ્સે થયા, શરૂ થયું 'તારક મેહતા...'નું બોયકોટ
Image Source: Twitter
મુંબઈ, તા. 03 ડિસેમ્બર 2023 રવિવાર
'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ટીવીનો ફેમસ શો છે અને લગભગ 14 વર્ષોથી ચાલી રહ્યો છે. ટીવીનો ફેમસ સિટકોમ શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' વર્ષોથી લોકોની નંબર વન પસંદ બની ગયો છે. શો છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. ઘણા મોટા અને જૂના કલાકારે શો છોડ્યા બાદ મેકર્સ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ વચ્ચે તેના પ્લોટમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા પરંતુ તેમાં હવે પહેલા જેવી વાત નથી રહી. શો ને લઈને ઘણીવખત ચર્ચા થાય છે કે તેમાં દિશા વાકાણી દયાબેનના રોલમાં ફરીથી પાછી ફરવાની છે અને દર વખતે દર્શકોનું દિલ તૂટી જાય છે. આ સૌની વચ્ચે દયાબેનની વાપસીને લઈને પણ ઘણા પ્રકારની અટકળો લગાવાઈ રહી છે. મેકર્સ દર વખતે ચાહકોને આશ્વાસન આપે છે કે દયાબેનની ટૂંક સમયમાં શો માં વાપસી થશે પરંતુ આવુ થતુ નથી જેથી ચાહકો ખૂબ નારાજ છે.
દયાબેનની વાપસી પર હોબાળો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે ચાહકો અને દર્શકોની આતુરતાને જોતા છેલ્લા ઘણા એપિસોડ સાથે દયાબેનની એન્ટ્રી સાથે જોડાયેલી કહાની દર્શાવી રહ્યા છે. દયાબેનના સ્વાગતની તૈયારીઓ ન માત્ર ગડા ફેમિલી પરંતુ સમગ્ર ગોકુલધામ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ હવે અપકમિંગ એપિસોડના પ્રોમોમાં દર્શાવવામાં આવ્યુ છે કે કોઈ કારણસર દયાબેન આવી શકી નથી.
આખરે દયાબેન ગોકુલધામમાં એન્ટ્રી કરવાની હતી...જે બાદ, ટપ્પૂસેનાએ જશ્મ મનાવવાની તૈયારી શરૂ કરી દીધી. આ સૌની વચ્ચે, જેઠાલાલે અચાનક એક કારને અંદર આવતી જોઈ અને તેમને ખૂબ ખુશી થઈ. તે દયાબેન નહોતી. આ ક્લિપમાં અસલી વળાંક ત્યારે આવ્યો જ્યારે મહેતા સાહેબ ચિંતામાં જોવા મળ્યા. જેઠાલાલ પોતાની ખુશીને રોકી શકતા નહોતા અને ડાન્સ કરવા લાગ્યા. તેમણે તાત્કાલિક બાપુજીને બોલાવ્યા અને આસપાસના તમામ લોકોમાં ખુશી ફેલાવી દીધી.
ચાહકો થયા નારાજ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બોયકોટ કરતા એક યુઝરે પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીને પણ આડે હાથ લીધા. એક યૂઝરે લખ્યુ, અસિત કુમાર મોદી, પોતાના વ્યૂવર્સનું દિલ તોડીને તમે ખુશ હશો અને હવે નવો એપિસોડ જોવાનું કોઈ કારણ નથી. અમે સમજીએ છીએ કે તમે શું કરવા માંગો છો. તમને શરમ આવવી જોઈએ. એક અન્ય યૂઝરે લખ્યુ, જો દયાને નથી લાવી શકતા તો કેરેક્ટરનો જ એન્ડ કરી દો યાર... આટલુ હાઈપ કેમ ક્રિએટ કરીને અમારી ફીલિંગ સાથે રમો છો. એક અન્ય યૂઝરે લખ્યુ, દયા એન્ડ જેઠા...બોયકોટ તારક મહેતા...કંઈ લખવાનું મન કરી રહ્યુ નથી. બસ એટલુ જ છે કે દિલ તોડી દીધુ.
દયાબેન 2017થી દૂર છે
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 2008માં સિટકોમમાં લીડ રોલ પ્લે કર્યો હતો. શો માં તેમની પરફોર્મન્સને તેમણે મોટી પ્રસિદ્ધિ અપાવી, જેનાથી ટેલીવિઝન પ્રેમીઓની વચ્ચે તેમનો એક મોટો ફેનબેઝ બની ગયો. જોકે, સપ્ટેમ્બર 2017માં તેઓ રજા પર જતા રહ્યા અને દુર્ભાગ્યવશ ક્યારેય પાછા આવ્યા નહીં.
#boycotttmkoc ho gye khus sab fans ka dill Tod ke 💔 Ab Nhi bandh karo #tmkoc pic.twitter.com/Pisuig1LCB
— sahil khatri (@realsahilgaming) December 2, 2023