ઐશ્વર્યા વેડિંગ રીંગ સાથે પેરિસ પહોંચતાં ચાહકોમાં હાશકારો
- ઐશ્વર્યાએ કેમેરા સમક્ષ રિંગ ફ્લોન્ટ કરી
મુંબઇ : ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા પેરિસ પહોંચી છે. આ વખતે તેણે વેડિંગ રીંગ પહેરેલી હોવાનું જોતાં ચાહકોએ હાશકારો અનુભવ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની વાતો લાંબા સમયથી ચર્ચાય છે. બહુ ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેક સાથે સાથે જોવા મળ્યાં નથી. આ વખતે પણ પેરિસમાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે જ પહોંચી છે.
ઐશ્વર્યાનો ેએક વીડિયો વાયરલ થયો છે.જેમાં તે કેમેરા સમક્ષ ડાયમંડ વેડિંગ રીંગ ફલોન્ટ કરી રહી હોવાનું જણાય છે. ઐશ્વર્યા અને આરાધ્યા તાજેતરમાં લાંબા સમય પછી બચ્ચન પરિવારના જલસા બંગલોમાં પણ પ્રવેશતાં દેખાયાં હતાં.
અભિષેકે જલસા બંગલાની નિકટમાં જ એક વિશાળ એપાર્ટમેન્ટમાં રોકાણ કર્યું છે.
તે પરથી એવી પણ અટકળો છે કે અભિષેક અને ઐશ્વર્યા કદાચ જલસા બંગલો છોડીને આ એપાર્ટમેન્ટમાં રહેવા જશે.
બીજી તરફ લાંબા સમયથી એવી પણ ચર્ચા છે કે ઐશ્વર્યા હાલ તેની માતાની સાથે જ રહે છે.