અનન્યા પાંડેનું નામ ચાહકોએ બદલીને અનન્યા કપૂર કર્યું
- આદિત્ય સાથે રોમાન્સની તસવીરો વાયરલ
- સ્પેનમાં બંનેએ બેહદ રોમાન્ટિક પોઝ આપીને રિલેશનશિપ ઓફિશિયલ કરી દીધી
મુંબઇ : અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે અને બંને કેટલીય બોલીવૂડ પાર્ટીઓ તથા ઈવેન્ટસમાં એકમેકમાં ખોવાયેલાં હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ ચૂકી છે. જોકે, હવે સ્પેનમાં તેમના બેહદ રોમાન્ટિક ફોટાઓ વાયરલ થતાં ચાહકોએ અનન્યાને અત્યારથી જ અનન્યા કપૂર તરીકે ઓળખાવવાનું શરુ કરી દીધું છે.
કોઈએ તો વિકીપીડિયા પર પણ અનન્યાનું નામ એડિટ કરીને અનન્યા રોય કપૂર કરી દીધું હતું. આ નામ સાથેનો સ્ક્રીનશોટ પણ વાયરલ થતો હતો.
વિકીપીડિયા પર કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ બનાવીને તેની વિગતો એડિટ કરી શકે છે. જોકે, બાદમાં તેનો રિવ્યૂ કરીન સુધારાવધારા પણ થતા હોય છે. કોઈએ ભલે ટિખળ માટે પણ અનન્યાનું નામ બદલ્યું હોય પરંતુ તેના ચાહકોને તે પસંદ પડયું છે.
અનન્યા તથા આદિત્ય મુંબઈમાં તો અવારનવાર સાથે જોવા મળે જ છે પરંતુ સ્પેનમાં તેમના બેહદ રોમાન્ટિક ફોટા વાયરલ થયા છે. આ યુગલે કોઈ સંકોચ વિના અતિશય રોમાન્ટિક પોઝ આપ્યા છે. આ રીતે તેમણે પોતાની રિલેશનશિપ ઓફિશિયલ કરી દીધી હોવાનું મનાય છે.