અનન્યાએ બ્રેક અપ અંગે ચર્ચા કરતાં ચાહકો ચિંતામાં
- આદિત્ય સાથે અણબનાવ તો નથી થયો ને
- અનન્યાએ કહ્યું, બ્રેક અપ પછી ગીતો ગાવ, આઈસક્રીમ ખાઓ અને આગળ વધી જાઓ
મુંબઇ : અનન્યા પાંડેએ તાજેતરમાં એક સંવાદમાં બ્રેક અપ વિશે વાત કરતાં તેના ચાહકો ચિંતામાં મુકાયા છે. અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટિંગ કરી રહ્યા હોવાનું જગજાહેર છે. પરંતુ, અનન્યાએ તાજેતરમાં જે રીતે બ્રેક અપ થયા પછી મુવ ઓન ની સલાહ આપી તે પરથી તેના અને આદિત્યના સંબંધમાં બધું સમુસુતરું તો છે ને તેવી ચિંતા ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.
અનન્યાને એક ઈવેન્ટ વખતે બ્રેક અપ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે પછી કોઈ પગલું ઉતાવળે ન ભરવું જોઈએ. તેણે કહ્યું હતું કે આ સ્થિતિમાં ધીરજ રાખવી જરુરી છે. ગીત ગાવ, આઇસક્રિમ ખાવ અને આગળ વધી જાવ એમ તેણે કહ્યું હતું. અનન્યા બ્રેક અપ વિશેની આ વાત પોતાના અનુભવોેને આધારે કહી રહી છે કે શું તેવો સવાલ ચાહકો કરી રહ્યા છે. અનન્યા અને આદિત્ય રોય કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેએ પોતાના રિલેશનને ઓફિશિયલ કર્યું નથી પરંતુ દરેક પ્રસંગો તથા પિકનિકમાં પણ બંને સાથે જ હોય છે. બંને અવારનવાર પોતાના સંબંધનો આડકતરો સંકેત પણ આપી ચૂક્યા છે.