એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી, અલ્લુ અર્જુને કહ્યું- આજે તો પુષ્પાએ પણ ઝૂકવું પડશે
Pushpa 2 Bihar Crowd: 17 નવેમ્બરના રોજ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પા 2 : ધ રૂલ'નુ ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઈવ ઇવેન્ટ દ્વારા આ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરમાં ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, આ ફિલ્મ આગામી 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકાની એક ઝલક મેળવવા લોકો બેરિકેડ પર ચઢ્યા
મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા- ધ રૂલ'ની ટ્રેલર રીલીઝ ઇવેન્ટમાં ફેન્સનું ગાંડપણ એટલું હતું કે અલ્લુ અર્જુન અને રશ્મિકાની એક ઝલક મેળવવા ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેના ફેન્સએ તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. જેમાં અરાજકતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
#WATCH | Bihar: People climb on structures erected at Gandhi Maidan in Patna to catch a glimpse of Allu Arjun and Rashmika Mandanna at the trailer launch event of 'Pushpa 2: The Rule'. A massive crowd has gathered here, security deployed at the spot. pic.twitter.com/4KTaJ8EoxB
— ANI (@ANI) November 17, 2024
પરિસ્થિતિ સંભાળવા સુરક્ષા દળો તૈનાત કરવા પડ્યા
પટનાના ગાંધી મેદાનનો ટ્રેલર લોન્ચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થિતિ એવી હતી કે ફેન્સ અલ્લુ અર્જુન અને રશ્મિકાને જોવા માટે ગ્રાઉન્ડમાં સ્થાપિત સ્ટ્રક્ચર્સ અને બેરિકેડ પર ચઢી ગયા હતા. આ પરિસ્થિતિને સંભાળવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવા પડ્યા હતા.
લોકો ગુસ્સે થઈને ચપ્પલ ફેંકવા લાગ્યા
પરિસ્થિતિ એવી હતી કે ફેન્સ તેમના પ્રિય એક્ટર અલ્લુ અર્જુનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જો કે અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવવાને કારણે કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને ગાંધી મેદાનમાં ચપ્પલ ફેંકવા લાગ્યા હતા.
અલ્લુ અર્જુને લોકોને સંબોધિત કર્યા
અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા પરંતુ અંતે એક્ટરના સંબોધન બાદ લોકોઉત્સાહમાં આવી ગયા હતા. અભિનેતાએ પોતાનું સંબોધન નમસ્તે બિહારથી શરૂ કર્યું અને કહ્યું, 'પુષ્પા ક્યારેય ઝૂકતો નથી પરંતુ આજે તે તમારા પ્રેમની સામે ઝૂકશે. મારી હિન્દી બહુ સારી નથી. પણ એ માટે મને માફ કરી દેજો.'
બિહાર ઈઝ નોટ ફોર બિગિનર્સ
પટનાના ગાંધી મેદાન ખાતે 'પુષ્પા 2'ના ટ્રેલર લોન્ચ વખતે એકઠી થયેલી ભીડ પણ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની હતી. ફેન્સના જુસ્સા પર લોકો ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 'આ ભીડ 'પુષ્પા 2'ની લોકપ્રિયતા નથી બતાવતી, પરંતુ બેરોજગારીની વાસ્તવિકતા બતાવે છે. તો કોઈએ મજાકમાં લખ્યું હતું કે, 'બિહાર ઈઝ નોટ ફોર બિગિનર્સ!' તો કેટલાક લોકોએ ફેન્સના પાગલપન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'લોકો ફક્ત એક વ્યક્તિને જોવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. કાશ લોકો પોતાના જીવને થોડો ગંભીરતાથી લે.'
જણાવી દઈએ કે, આ ફિલ્મ આગામી 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમજ તે તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, મલયાલમ અને બંગાળી જેવી ભાષાઓમાં રીલીઝ થશે.