Get The App

જાણીતી યુટ્યુબરે 45 કિલો વજન ઘટાડ્યું... ડાયટિંગ નહીં પણ 3 કસરત કરીને બની 'સ્લિમ-ટ્રીમ'

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
જાણીતી યુટ્યુબરે 45 કિલો વજન ઘટાડ્યું... ડાયટિંગ નહીં પણ 3 કસરત કરીને બની 'સ્લિમ-ટ્રીમ' 1 - image


Image: Facebook

YouTuber Jazz Jennings Transformation: જેજ જેનિંગ્સ અમેરિકન યુટ્યૂબર છે અને તેણે પોતાનું ગજબ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જેજે તાજેતરમાં જ એક વીડિયોમાં જણાવ્યુ છે કે લગભગ 45 કિલો વજન ઘટાડવામાં તેને 2 વર્ષનો સમય લાગ્યો છે.

23 વર્ષની જેજ જેનિંગ્સને બે વર્ષ પહેલા ચાલવા અને દોડવામાં પણ શરીરમાં દુખાવો થયો હતો પરંતુ હવે તે ઈન્ટેસ વર્કઆઉટ પણ કરી લે છે. જેનિંગ્સે ખુલાસો કર્યો કે તેને બિંજ ઈટિંગ ડિસઓર્ડર હતું એટલે તેને દરેક સમયે ભૂખ લાગતી હતી તેથી તે કંઈને કંઈ ખાતી રહેતી હતી. આ ડિસઓર્ડરની દવાઓએ જેજનું વજન ખૂબ વધારી દીધું હતું. 

જેજનું કહેવું છે, 'પાર્ટનરની સાથે એક્સરસાઈઝ કરવી હંમેશા વધુ મજેદાર હોય છે તેથી હું હંમેશા પોતાના ભાઈ-બહેનોની સાથે વર્કઆઉટ કરુ છું.' 2022માં જેજે ભાઈની સાથે બૂટ-કેમ્પમાં ભાગ લીધો હતો જ્યાં તેણે કેટલીક એક્સરસાઈઝ કરી હતી જેમાં પ્લેન્ક, જમ્પિંગ જેક અને વોલ સિટ્સ સામેલ હતી. આ એક્સરસાઈઝને જ તે હંમેશા કરતી આવી છે. આ સિવાય તેમણે ચાલવાનું પણ શરૂ કર્યુ અને દિવસમાં લગભગ 10 કિલોમીટર ચાલતી હતી.

જેજે જણાવ્યુ કે કુલ મળીને પોતાનો ખ્યાલ રાખો અને એવી બાબતો કરો જે તમને ખુશ અને હળવો અનુભવ કરાવે. તેનાથી તમારી પ્રોગ્રેસ વધી જશે. જેજે પોતાની ડાયટથી પ્રોસેસ્ડ, પેક ફૂડને હટાવી દીધા હતા. તેથી તે હંમેશા ફ્રેશ ખાવાનું ખાતી હતી. ભોજનમાં પ્રોટીનવાળી વસ્તુઓનું પ્રમાણ વધારી દીધુ. જેનાથી તેને વેટ લોસમાં મદદ મળી. આ સિવાય તેણે ડાયટમાં કોઈ પરિવર્તન કર્યું નથી.


Google NewsGoogle News