જાણિતા સિંગર ઉષા ઉત્થુપના પતિનું નિધન, ટીવી જોતાં-જોતાં આવ્યો હાર્ટ એટેક
Usha Uthup Husband Jani Chacko Passes away : ઇન્ડીયન પોપ આઇકોન અને પોતાના અવાજથી અલગ ઓળખ બનાવનાર ફેમસ ગાયિકા ઉષા ઉત્થુપના પતિ, જાની ચાકો ઉત્થુપનું સોમવારે નિધન થયું છે. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે કલકત્તામાં અંતિમ શ્વાસ લીધા હતા. જાનીએ પોતાના ઘરે ટીવી જોતાં જોતાં બેચેનીની ફરિયાદ કરી હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હાર્ટ એટેકના કારણે થયું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાની ઉષા ઉત્થુપના બીજા પતિ હતા અને તે ચાની ખેતીના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. ઉષા અને જાનીની પહેલી મુલાકાત 70ના દાયકાની શરૂઆતમાં કલકત્તાના આઇકોનિક રેસ્ટોરેન્ટ ટ્રિંકાજમાં થઇ હતી. જાની પોતાના બે બાળકોને ત્યજીને આવ્યા હતા. તેમને એક પુત્ર અને પુત્રી છે. જાને ચાકો ઉત્થુપના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને મ્યૂઝિક ઇંડસ્ટ્રીઝ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉષા ઉત્થુપને મળી ચૂક્યો છે પદ્મ ભૂષણ એવોર્ડ
આ વર્ષની શરૂઆતમાં ઉષા ઉત્થુપને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિકનું સન્માન, પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આ સન્માન મ્યૂઝિક ઇંડસ્ટ્રીઝમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યું હતું. પોપ આઇકોન ક્વીન કહેવાતા ઉષા ઉત્થુપને આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ કહ્યું હતું કે આ એક અવિશ્વનીય ક્ષણ છે. આ ફીલિંગ હજુ અંદર સમાઇ શકતી નથી. હું ભારત સરકારની આભારી છું તેમને મારા ટેલેન્ટને ઓળખ્યું.'
એવોર્ડ સેરેમની ઇવેન્ટ બાદ ઉષા ઉત્થુપે કહ્યું હતું કે તે પોતાના સાથી કલાકાર બપ્પી લહેરીને ખૂબ મિસ કરે છે. બપ્પી અને ઉષાએ મળીને હિંદી ફિલ્મોને 'રંબા હો, 'હરિ ઓમ હરિ' 'કોઇ યહાં નાચે નાચે' જેવા ઘણા પોપુલર ગીતો આપ્યા હતા. બપ્પી લહેરીને યાદ કરતાં ઉષા ઉત્થુપએ કહ્યું હતું કે આર ડી બર્મન અને બપ્પી બંનેને ખૂબ મિસ કરું છું.
ઉષાને રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.