Photo : ફેમસ સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના સાથે કરી સગાઈ, યોજાઈ રિંગ સેરેમની
Image Source: Twitter
મુંબઈ, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર
બોલીવુડના ફેમસ સિંગર અરમાન મલિકે તાજેતરમાં જ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી છે. હવે સિંગરે પોતાની રિંગ સેરેમનીની અમુક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અરમાન મલિકે 28 ઓગસ્ટ 2023એ આશના શ્રોફને પ્રપોઝ કર્યુ હતુ. હવે 22 ઓક્ટોબર 2023એ તેમણે પોતાના નજીકના લોકો વચ્ચે સગાઈ કરી લીધી છે.
રિંગ સેરેમની દરમિયાન અરમાન અને આશના કપલ ગોલ્સ આપતા નજર આવ્યા. એક તસવીરમાં બંનેને લિપ કિસ કરતા જોઈ શકાય છે.
આ દરમિયાન અરમાન ઓફ વ્હાઈટ કલરનું સૂટ પહેરેલા નજર આવ્યા. આ આઉટફિટમાં તે ખૂબ હેન્ડસમ નજર આવી રહ્યા હતા.
આશનાએ પણ વ્હાઈટ કલરની ફ્લોરલ સાડી પહેરેલી હતી. જે સાથે તેમણે બ્લેક બ્લાઉઝ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.
આશના એક યુટ્યૂબર અને બ્લોગર છે. તે ફેશન અને બ્યૂટી સંબંધિત બ્લોગ બનાવે છે. તે સોશિયલ મીડિયા સેલિબ્રિટી તરીકે ચાહકો વચ્ચે મશહૂર છે.
આશના અરમાન કરતા બે વર્ષ મોટી છે. આશનાની જન્મ તારીખ 4 ઓગસ્ટ 1993 છે જ્યારે અરમાનનો જન્મ 22 જુલાઈ 1995એ થયો છે.
અરમાન મલિકે મે હું હીરો તેરા, બોલ દો ના જરા, બેસબ્રિયા, તુમ જો મિલે, તેરે દિલ મે, કોન તુજે અને પહેલા પ્યાર જેવા ઘણા શાનદાર ગીત બોલીવુડને આપ્યા છે.