'બસ ઈસકી હી કમી થી...' જાણીતી અભિનેત્રી મોની રૉય ટ્રોલર્સના નિશાને, કારણ ચોંકાવનારું
Image: Facebook
Mouni Roy New Look: એક્ટ્રેસ મૌની રોય ટૂંક સમયમાં સંજય દત્તની સાથે ફિલ્મ 'ભૂતની' માં નજર આવવાની છે. સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા ચાહકોની વચ્ચે થતી રહે છે. આ વખતે મૌની રોય પોતાના લુક્સને લઈને ચર્ચામાં છે. ચાહકોએ નોટિસ કર્યું છે કે મૌનીએ સર્જરીથી ચહેરો બદલ્યો છે.
તાજેતરમાં જ મૌની એક ઈવેન્ટમાં સ્પોટ થઈ. બ્લેક ડ્રેસમાં મૌની, સોનમ બાજવા અને દિશા પટાણીની સાથે નજર આવી. આ દરમિયાન મૌનીનો ચહેરો કંઈક બદલેલો જોવા મળી રહ્યો હતો. ફેસ પહેલા કરતાં હેવી નજર આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ દરમિયાન એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકો તેના બદલેલા લુક્સને નોટિસ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: તમન્ના ભાટીયા રેઇડ ટુમાં આઇટમ સોન્ગ કરતી જોવા મળશે
માત્ર આટલું જ નહીં, મૌનીના લિપ્સ પણ થોડા ફુલર નજર આવી રહ્યાં છે. ચાહકોનું કહેવું છે કે કેટલી વખત આ પ્લાસ્ટિક સર્જરી કરાવશે. મૌની રોય મુંબઈમાં રહે છે. તેનો પતિ દુબઈ બેઝ્ડ છે. એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે ખૂબ ચર્ચામાં રહે છે.