'મૃત્યુ પહેલાં દુઃખી હતી જાણીતી અભિનેત્રી, ગોવિંદા સાથે કરી હતી પાર્ટી...', કો-સ્ટારનો ઘટસ્ફોટ
Image: X
Divya Bharti: 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ દિવ્યા ભારતીના અચાનક નિધને દરેકને ચોંકાવી દીધા હતા. 5 એપ્રિલ 1993એ પોતાના ફ્લેટની બાલકનીથી પડી જવાથી તેનું મોત થયુ હતુ.
દિવ્યાની સાથે ફિલ્મ 'શોલા ઔર શબનમ' માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ગુડ્ડી મારુતિએ તેની સાથે પસાર કરેલી ક્ષણોને યાદ કરી અને કહ્યું કે તે ખૂબ ખુશમિજાજ વ્યક્તિ હતી. ગુડ્ડીએ એક કિસ્સો જણાવતાં કહ્યું, 'દિવ્યા ગોવિંદા, સાજિદ અને અન્ય લોકો સાથે પાર્ટી કરી રહી હતી. આમ તો મસ્તી કરી રહી હતી પરંતુ તેના ચહેરા પર ઉદાસી હતી.
આ પણ વાંચો: રણબીરની રામાયણ બે ભાગમાં રજૂ થશે, પહેલો ભાગ 2026ની દિવાળીએ
દિવ્યાને એક આઉટડોર શૂટ પર જવાનું હતું પરંતુ તે જવા માગતી નહોતી. તે સમયે તે સાજિદ નડિયાદવાલાને ડેટ કરી રહી હતી. આ તે સમય હતો જ્યારે અમે શોલા ઔર શબનમનું શૂટિંગ કરી રહ્યા હતા. 4 એપ્રિલે મારો બર્થ ડે આવે છે. તેથી અમે બધાં એક સાથે પાર્ટી કરી રહ્યા હતા. આગલા દિવસે જ દુર્ઘટના ઘટી. હું આઈસક્રીમ લેવા જઈ રહી હતી તો સાંભળ્યું કે દિવ્યાએ ઉપરથી બૂમ પાડી. મે ઉપર જોયું તો તે પોતાના 5માં ફ્લોરના ફ્લેટની બાલકની પર ચઢીને બેઠી હતી. તેના પગ બહાર તરફ લટકી રહ્યા હતા. તેણે મારી તરફ ઈશારો કર્યો, હું ડરી ગઈ અને મે કહ્યું આ સુરક્ષિત નથી, અંદર જાવ. તેણે કહ્યું કંઈ નહીં થાય. મને ઊંચાઈથી ડર લાગતો નથી. ગુડ્ડીના જણાવ્યા અનુસાર જ્યારે દિવ્યાનું મોત થયું ત્યારે તે બાલકનીથી ઝૂકીને જોઈ રહી હતી કે સાજિદની કાર આવી છે કે નહીં. ત્યારે તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી ગઈ. દિવ્યાના મૃત્યુ બાદ તેની મમ્મીની હાલત બહુ ખરાબ હતી. સાજિદ તો આઘાતમાં હતો. જ્યારે આ ઘટના ઘટી ત્યારે તે ઘરે પણ નહોતો.' દિવ્યાનું જ્યારે મોત નીપજ્યું તે સમયે ડિઝાઈનર નીતા લુલ્લા તેના ઘરમાં હાજર હતી, તેના જણાવ્યા અનુસાર એક્ટ્રેસનું મોત બાલકનીથી પડી જવાથી થયુ હતુ.