જો હું કાલે નહીં હોવ તો...', જાણીતી અભિનેત્રીની સોશિયલ મીડિયા પોસ્ટથી ચાહકો સ્તબ્ધ
Image Social Media |
Falak Naaz's shocking social media post : અભિનેત્રી ફલક નાઝ તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને અ કારણે ચર્ચામાં છે. તેણે કંઈક એવું લખ્યું છે, જેના પછી તેના ચાહકો નારાજ થઈ ગયા છે. આ પોસ્ટમાં તેણે પૂછ્યું છે કે, જો તે ભવિષ્યમાં જીવિત નહીં હોય તો તેને કેવી રીતે યાદ કરાશે?
આ નોટ સામે આવ્યા બાદ ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે કે, અભિનેત્રીએ અચાનક આવું કેમ લખ્યું? ઘણા લોકોએ કહ્યું છે કે, તેઓ આશા રાખે છે કે અભિનેત્રીના જીવનમાં બધું સારું થાય.
કમનસીબે હું તે શ્રદ્ધાંજલિ જોઈ નહીં શકુ..
ફલક નાઝે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, જો હું કાલે અહીં ન હોઉં તો? શું તમે મારી ગેરહાજરી અનુભવશો? કદાચ તમે મને એક પોસ્ટ અથવા સ્ટોરી સમર્પિત કરશો, અમે સાથે શેર કરેલી બધી અદ્દભૂત યાદોને શેર કરશો, પરંતુ કમનસીબે હું તે શ્રદ્ધાંજલિ જોઈ શકીશ નહીં. કારણ કે હું ત્યાં નહીં હોઈશ. પોસ્ટ અને સ્ટોરી જેવી વસ્તુઓ મને મૃત્યુ પછી સુખ નહીં આપે. જીવન નાજુક અને નિશ્ચિત છે, દરેક વ્યક્તિ માટે જ્યારે તેઓ અમારી સાથે હોય ત્યારે તેમના પ્રિયજનોને પ્રેમ અને કદર દર્શાવવા માટે સૌમ્ય સંકેત છે. ચાલો હકારાત્મકતા અને પ્રેમને પ્રોત્સાહન આપીએ.
આ પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ પોસ્ટ જોઈને ફલકના ફેન્સે કમેન્ટ બોક્સમાં પૂછ્યું કે, તમે ઠીક તો છો ને? એક ચાહકે લખ્યું કે, તમે મજબૂત અને સ્વસ્થ સકારાત્મક જીવન જીવશો, અન્ય એક પ્રશંસકે લખ્યું, તમે આવું કેમ કહી રહ્યા છે? આશા છે કે બધું સારું થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ફલક નાઝની આ પોસ્ટ એક્ટ્રેસ તુનિષા શર્માના મૃત્યુના લાંબા સમય બાદ આવી છે. તુનીષા શર્માએ ડિસેમ્બર 2022માં મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.