અનુષ્કા-વિરાટનો દીકરો 24 કલાકમાં બની ગયો સોશિયલ મીડિયા સ્ટાર! બની ગયા હજારો ફેન એકાઉન્ટ
નવી મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર
Virat Kohli - Anushka Sharma's newborn Son : બોલિવૂડ સ્ટાર્સ પોતે જેટલા ફેન્સ વચ્ચે પ્રખ્યાત હોય છે, તેનાથી વધારે લાઇમ લાઇટમાં તેમના બાળકો આવતા હોય છે. કોઇ પણ સેલિબ્રિટીના ઘરે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી તેની એક ઝલક જોવા માટે ફેન્સ અને મીડિયા કેમેરા રેડી કરીને જ જાણે બેઠાં હોય છે અને હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. હાલ અનુષ્કા અને વિરાટ બીજી વખત માતા-પિતા બન્યા છે.
અભિનેત્રીએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. આ ખુશીના સમાચાર તેમણે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આપ્યા હતા. બાળકની જાહેરાત કરતા અનુષ્કા અને વિરાટે સોશિયલ મીડિયા પર લખ્યું,”'અમે એ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ કે, 15 ફેબ્રુઆરીએ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું સ્વાગત કર્યું છે. આ ખુશીના સમયમાં અમને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે, આ સમયે અમારી પ્રાઇવસીની રિસ્પેક્ટ કરવામાં આવે.”
વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે પરંતુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આશા નહીં રાખી હોય કે તેમનો પુત્ર જન્મતાની સાથે જ સોશિયલ મીડિયા સ્ટાર બની જશે. પુત્રનો ચહેરો પણ હજુ સુધી જોવા મળ્યો નથી અને તેના નામની ચર્ચા થઈ રહી છે. બંનેને અપેક્ષા નહોતી કે તેમનો પુત્ર આટલો જલ્દી સોશિયલ મીડિયા સ્ટાર બની જશે.
ઘણા ફેન એકાઉન્ટ બનાવ્યા હતા
વાસ્તવમાં, બંનેએ પુત્રના જન્મના ગુડ ન્યુઝ આપતાં જ અકાય નામના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા. કેટલાકમાં વિરાટ, અનુષ્કા અને વામિકાના ફોટા છે. કેટલાક ID માં વિરાટના બાળપણના ફોટા છે તો કેટલાકમાં તે ક્રિકેટરનો લેટેસ્ટ ફોટો છે.
ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે અનુષ્કા ગર્ભવતી છે. ઘણી વખત અભિનેત્રીના બેબી બમ્પને પણ ચાહકો દ્વારા જોવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ અંત સુધી કોઈ જાહેરાત કરી ન હતી અને ન તો આ વિશે ક્યારેય કોઈ ટિપ્પણી કરી હતી.
અનુષ્કા દરેક ઈવેન્ટમાં લૂઝ આઉટફિટ પહેરતી હતી જેથી તેનો બેબી બમ્પ હાઈલાઈટ ન થાય. જો કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને જલ્દી જ પ્રેગ્નન્સીની જાહેરાત કરશે, પરંતુ એવું થયું નહીં અને બાળકના જન્મની સીધી જાહેરાત કરવામાં આવી. એવા પણ સમાચાર હતા કે, બંનેના બાળકનો જન્મ લંડનમાં થશે, તેથી હવે અકાયનો જન્મ મુંબઈમાં થયો હતો કે લંડનમાં તે અંગે કોઈ માહિતી મળી નથી.