ફહાદ-તૃપ્તિની ફિલ્મનું ટાઈટલ ઈડિયટસ ઓફ ઈસ્તંબુલ જાહેર કરાયું
- ઈમ્તિયાઝની ફિલ્મમાં ફરી ટ્રાવેલિંગની થીમ
મુંબઇ : ઈમ્તિયાઝ અલીની ફહાદ ફાસિલ અને તૃપ્તિ ડિમરી સાથેની આગામી ફિલ્મનું ટાઈટલ 'ઈડિયટસ ઓફ ઈસ્તંબુલ' જાહેર કરાયું છે.
આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે. મોટાભાગનું શૂટિંગ ભારત ઉપરાંત યુરોપમાં થશે. હાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે.
ઈમ્તિયાઝની ફિલ્મોમાં મુખ્ય પાત્રો કોઈ સફર પર નીકળે અને તેની સાથે સાથે તેમની આંતરિક સફર પણ ચાલતી જાય તેવી થીમ હોય છે. આ ફિલ્મ પણ તે જ થીમ પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.