'ભલે હજુ 10 કે 20 વર્ષ થાય શોધવામાં...', દિગ્ગજ અભિનેત્રીને જુઓ કેવો જોઇએ 'લાઈફ પાર્ટનર'
Image: Facebook
Bhumi Pednekar Talk About Her Life Partner: યોગ્ય વ્યક્તિ શોધવામાં ભલેને 10 કે 20 વર્ષ થાય ભૂમિનું કહેવું છે કે તેના માટે સૌથી મહત્વની વસ્તુ દયાળુ બનવું છે. જ્યારે તેણે પ્રેમ અને લગ્ન વિશે વાત કરી તો તેણે કહ્યું કે, પ્રેમનો અર્થ એ છે કે તમે એવા જીવનસાથીને શોધો જે તમારા માટે યોગ્ય હોય. તે લગ્ન કરવા માંગે છે, પરંતુ ઉતાવળમાં નહીં. તેને યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા છે પછી ભલે તે વ્યક્તિને શોધવામાં તેને 10 કે 20 વર્ષ થઈ જાય.
દયાળુ સ્વભાવની વ્યક્તિ હોવી જોઈએ. ભૂમિએ જણાવ્યું કે, તે પોતાના પાર્ટનરમાં કયા ગુણો શોધે છે, તે કહે છે કે એવી વ્યક્તિની શોધમાં છે જે દયાળુ હોય એટલે કે અન્ય લોકો પ્રત્યે સારી હોય. તે ઈચ્છે છે કે તેના પાર્ટનર તેમના કામ પર ગર્વ કરે અને તેમની સિદ્ધિઓની પ્રશંસા કરે. આ બાબત તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂમિ માને છે કે દયાળુ હોવું માત્ર શૉ ઓફ ન હોવું જોઈએ. પોતે જેવી છે તેવું જ સ્વીકાર કરે તો સંબંધ વધુ મજબૂત બને છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર, કોંગ્રેસે CM પદ પર દાવો ઠોક્યો, દિગ્ગજે કહ્યું- MVA જીતશે તો...
ડેટિંગમાં ઉતાવળ નહીં
ભૂમિએ કહ્યું કે, તમારી જાતને બદલવાની કોશીશ ન કરો, બસ તમે અંદરથી જે છો તે બનો. તેણે ડેટિંગમાં ધીરજ રાખવાની અને ઉતાવળ ન કરવાની સલાહ પણ આપી હતી. તે કહે છે કે, યોગ્ય વ્યક્તિને શોધવામાં સમય લાગી શકે છે પરંતુ એકવાર તમે કરી લો તે બધું રાહ જોવાનું મૂલ્યવાન હશે. દેખાવથી આગળ જોવું ખૂબ જ જરૃરી છે. સાચું આકર્ષણ કોઈના કપડાં કે કારથી નથી પરંતુ તેમના હૃદય અને દિમાગથી આવે છે, તેના માટે ડેટિંગ વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને મજબૂત કરવાની સાથે સાથે ઊંડા જોડાણને બનાવવા વિશે છે.