દોસ્તાના ટૂમાં કાર્તિક આર્યનને સ્થાને ફતેહ રંધાવાની એન્ટ્રી
- જાહ્નવી કપૂર સાથે હિરો તરીકે આવશે
- કરણવધુ એક સ્ટાર કિડને લોન્ચ કરશેઃ ફતેહ વિદુ દારાસિંહ અને ફરાહનો દીકરો તથા તબૂનો ભાણેજ છે
મુંબઇ : કરણ જોહરની 'દોસ્તાના ટુ'માં હીરો તરીકે ફતેહ રંધાવાની એન્ટ્રી થઈ છે. ફતેહ પણ એક સ્ટાર કિડ છે. તેના પિતા વિદુ દારાસિંહ તથા ફરાહ બંને પોતપોતાના સમયના જાણીતા કલાકારો રહી ચૂક્યા છે. જાણીતી અભિનેત્રી તબુ તેની માસી થાય છે. જાહ્નવી કપૂર આ ફિલ્મમાં ફતેહની હિરોઈન હશે.
અગાઉ, કરણ જોહરે 'દોસ્તાના ટૂ'માં કાર્તિકની પસંદગી કરી હતી. તે વખતે કાર્તિક અને જાહ્નવી રિલેશનશિપમાં હોવાનું ચર્ચાતું હતું. જોકે, બાદમાં બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. ત્યારે કરણે સ્ટાર કિડ તરીકે જાહ્નવીનો પક્ષ લીધો હતો અને કરણને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. કરણ પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આરોપ લગાડાયો હતો. આ ફિલ્મમાં ત્યારે ૨૦ કરોડ રુપિયા જેટલો ખર્ચ થઈ ગયો હતો.
એ પછી આ ફિલ્મ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી. પરંતુ, કરણે હવે તેના પરથી ફરી ધૂળ ખંખેરી છે. અગાઉ વ્યક્ત થયેલી અટકળો અનુસાર ફતેહ રંધાવા કાર્તિકનું સ્થાન લેશે. ફતેહ રંધાવાના પિતા વિદુ દારાસિંહ તથા માતા ફરહા બંને પોતપોતાના સમયમાં સક્રિય એક્ટર રહી ચૂક્યા છે. ફતેહના દાદા દારાસિંહ બોલીવૂડના લિજન્ડરી એકટર્સની યાદીમાં સ્થાન પામે છે. ફરહા તબુની મોટી બહેન છે.
ફતેહને કોઈ મોટા પ્રોજેક્ટથી લોન્ચ કરાશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. જોકે, હજુ કરણ જોહરે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.