ઈમરાન લોહિયાની ભૂમિકામાં દેખાશે
મુંબઇ : સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની બાયોપિક 'અય વતન મેરે વતન'માં ઈમરાન હાશ્મી સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મમાં સારા અલી ખાન ઉષા મહેતાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના અન્ય કલાકારોમાં નસીરુદ્દિન શાહ, મહિમા મકવાણા, શ્રીયા શરણ, મૌની રોય તથા રાજીવ ખંડેલવાલનો સમાવેશ થાય છે. ફિલ્મમાં રામ મનોહર લોહિયાની ટૂંકી ભૂમિકા માટે ઈમરાન હાશ્મીની પસંદગી થઈ છે અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ પણ કરી દીધું છે. ઉષા મહેતાએ સ્વાતંત્ર્ય આંદોલન વખતે ભૂગર્ભ રેડિયો શરુ કર્યો હતો. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં તેમણે મહત્વનું પ્રદાન આપ્યું હતું.