ઈમરાન હાશ્મીને ડોન-થ્રીમાં વિલનનો રોલ ઓફર કરાયો
અગાઉ 'ટાઈગર-થ્રી'માં વિલન બની ચૂક્યો છે
ફરહાન અખ્તર સાથે મીટિંગ કરતાં ડોન-થ્રી માટે કાસ્ટિંગની ચર્ચા હોવાની અટકળો
મુંબઇ: રણવીર સિંહની 'ડોન થ્રી'માં વિલન તરીકે કદાચ ઈમરાન હાશ્મીની પસંદગી થાય તેવી અટકળો છે.
ઈમરાન ફરહાન અખ્તરની ઓફિસમાં જોવા મળ્યો હતો. અહીં તે ફિલ્મના કાસ્ટિંગ બાબતે ચર્ચા કરવા આવ્યો હોવાનું કહેવાય છે. અગાઉ તે 'ટાઈગર થ્રી'માં વિલન બની ચૂક્યો હોવાથી 'ડોન થ્રી'માં પણ તેને નેગેટિવ ભૂમિકા ઓફર થઈ શકે છે એમ કહેવાય છે.
'ડોન થ્રી'માં હિરોઈનની પસંદગીનો મુદ્દો પણ હજુ ગૂંચવાયેલો છે. સમયાંતરે નવી નવી હિરોઈનોના નામ આવતાં રહે છે. શોભિતા ધુલીપાલા આ રોલ માટે મોખરે હોવાનું કહેવાય છે. એક તબક્કે એવી પણ ચર્ચા થઈ હતી કે હવે શાહરુખ ખાન આ ફિલ્મમાં નહીં હોવાથી રોમાના પાત્રમાં પ્રિયંકા ચોપરાનું પુનરાગમન થઈ શકે છે.