Get The App

ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત ઝઘડો ભૂલી ગળે મળ્યાં

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત ઝઘડો ભૂલી ગળે મળ્યાં 1 - image


- મર્ડરની જોડીનું રિયુનિયન ચાહકોએ વધાવ્યું

- મર્ડરના શૂટિંગ વખતે જ તકરાર થઈ હતી તે પછી ૨૦ વર્ષથી અબોલા હતા 

મુંબઇ : ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત બે દાયકા જૂનો ઝઘડો ભૂલીને જાહેરમાં એકબીજાને પ્રેમપૂર્વક ગળે મળતાં તેમના ચાહકો ખુશ થઈ ગયા હતા. બંનેની કેરિયરની માઈલસ્ટોન સમાન ફિલ્મ 'મર્ડર'નાં શૂટિંગ વખતે જ તેમની વચ્ચે તકરાર થઈ હતી. 

ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની દીકરીના  રિસેપ્શનમાં આ બંને કલાકારો એકઠા થઈ ગયા હતા અને એકમેકને જોઈ ઉમળકાથી ભેટી પડયા હતા. આ વીડિયો બહુ વાયરલ થયો છે. બંનેએ હસતા મુખે તસવીરકારોને પોઝ પણ આપ્યો હતો. 

'મર્ડર'ની જોડીનાં રિયુનિયનને ચાહકોએ પણ વધાવ્યું હતું. કેટલાય ચાહકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે હવે આ જોડીએ ફરી સાથે ફિલ્મો કરવી જોઈએ. 

૨૦૨૧ના એક ઇન્ટરવ્યુમાં મલ્લિકાએ  તેમની તકરારને બાલીશ ગણાવી હતી. તેણે કહ્યુ ંહતુ ંકે,અમે બન્નેએ મર્ડર ફિલ્મ દરમિયાન અને પછી વાતચીત જ નહોતી કરી એ સાવ બાળક જેવું વર્તન મને હવે લાગી રહ્યું છે. અમારા વચ્ચે ગેરસમજ થઇ હતી અને અમે વાતચીત બંધ કરી દીધી હતી. 

'મર્ડર' ફિલ્મ પછી ઈમરાન હાશ્મીને સિરિયલ કિસરનું ટેગ મળ્યું હતું. તે પછી તેણે સંખ્યાબંધ રોમાન્ટિક ફિલ્મો કરી હતી. જોકે, તે ક્યારેય  મેઈન સ્ટ્રીમનો સકસેસફૂલ કમર્શિઅલ સ્ટાર બની શક્યો ન હતો. જોકે, હવે તેણે એક્શન હિરો તરીકે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરી છે. 

બીજી તરફ મલ્લિકા શેરાવત 'મર્ડર' ફિલ્મનાં બેહદ બોલ્ડ દૃશ્યોને કારણે જાણીતી થઈ હતી પરંતુ એ જ ઈમેજ તેને નડી ગઈ હતી. નિર્માતાઓ તેને એકસરખા રોલમાં જ કાસ્ટ કરવા ઈચ્છતા હતા. ધીમે ધીમે તેને કામ મળતું જ બંધ થઈ ગયું હતું. 


Google NewsGoogle News