ઈમરજન્સીની કમાણી કંગનાની ચાર ફિલ્મોના કુલ ટોટલ કરતાં પણ વધારે
- બજેટ જેટલી પણ કમાણી નહિ થાય છતાં
- 25 કરોડના બજેટમાં બનેલી ઈમરજન્સીની કમાણી માંડ 10 કરોડ પર પહોંચી
મુંબઇ : કંગના રણૌતની 'ઈમરજન્સી' ફિલ્મ પચ્ચીસ કરોડમાં બની છે અને તેણે પહેલા વીક એન્ડમાં માંડ દસ કરોડની કમાણી કરી છે. આથી, આ ફિલ્મ તેના બજેટ જેટલા પણ પૈસા રળી શકશે કે કેમ તે અંગે શંકાઓ સેવાય છે.
જોકે, કંગના માટે આશ્વાસન એ છે કે તેની પાછલી તમામ સુપર ફલોપ ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી વધુ કમાણી કરી શકી છે. ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન કંગનાની ની ચાર ફિલ્મા રીલિઝ થઈ હતી. જેમાં 'થલાઈવી' નાં હિંદી વર્ઝનને કુલ ૧.૮૧ કરોડ, ૨૦૨૩માં તેજસ'ને કુલ ૬.૨૦ કરોડ , ૨૦૨૨માં 'ધાકડ' ને કુલ રુપિયા બે કરોડ અને 'ચંદ્રમુખી ટૂ'નાં હિંદી વર્ઝનને માંડ ૮૧ લાખની કમાણી થઈ હતી.
આ ચાર ફિલ્મોએ મળીને ૧૦.૮૨ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. જ્યારે 'ઇમરજન્સી' ફિલ્મે ત્રણ દિવસમાં જ ૧૦. ૪૫ કરોડનુ ંબોક્સ ઓફિસ કલેકશન કરી લીધું છે. ઓપનિગં ડે પર શુક્રવારે આ ફિલ્મે દેશમાં ૨.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરીહતી. જે શનિવારે વધીને ૩. ૬૦ ખઇ હતી. જ્યારે રવિવારે ેટલે કે ત્રીજા દિવસે ૪. ૩૫ કરોડ રૂપિયાનું નેટ કલેકશન કર્યું હતું.
રવિવારે થિયેટરોમાં ૧૯ ટકા સીટો પર જ દર્શકો જોવા મળ્યા હતા. હવે દિવસોદિવસ તેની કમાણી ઘટવાની શક્યતા છે.