કંગના રનૌતની બહુચર્ચિચ ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર, પોસ્ટ શેર કરી માહિતી આપી

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
કંગના રનૌતની બહુચર્ચિચ ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર, પોસ્ટ શેર કરી માહિતી આપી 1 - image

Image: kanganaranaut Instagram 

નવી મુંબઇ,તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર 

બોલીવૂડની બેબાક અદાકારા કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ 'ઇમર્જન્સી'ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે.પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એકટ્રેસે ફિલ્મને લઇને પોસ્ટર સાથે રિલીઝ ડેટ પણ કહી  છે. 

સોશિયલ મીડિયા પર શેર કર્યું પોસ્ટર 

આ ફિલ્મના પોસ્ટર અને રિલીઝ ડેટની જાહેરાત કરતા અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કંગના રનૌવતે આ ફિલ્મના પોસ્ટરને શેર કરતાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવી હતી. પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, 'અમે લાવી રહ્યા છીએ એવી સ્ટોરી જે ભારતના સૌથી કાળા પાનાને ઉજાગર કરશે. 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં ઈમરજન્સીની જાહેરાત. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી.

આ ફિલ્મનું પોસ્ટરમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આ વર્ષે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના રનૌત છે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના રનૌત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાયોપિક શરૂઆતમાં ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી હતી. ફિલ્મમાં કંગના રનૌતની પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં 1975થી 1977 સુધીના લગભગ 21 મહિનાના ઈમરજન્સી પીરિયડને સ્ક્રીન પર લાવવામાં આવશે. કંગના રનૌતની આ ફિલ્મનું ટીઝર પણ ઘણું પસંદ કરવામાં આવ્યું છે. કંગના અને તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, કંગના રનૌત સિવાય અનુપમ ખેર, મહિમા ચૌધરી, સતીશ કૌશિક અને મિલિંદ સોમન જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા કંગના રનૌત ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી. 


Google NewsGoogle News