Get The App

'અમે મોતથી બચી ગયા...', રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, એક્ટ્રેસને લઈને આવી અપડેટ

રશ્મિકા મંદાનાની આ ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
'અમે મોતથી બચી ગયા...', રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, એક્ટ્રેસને લઈને આવી અપડેટ 1 - image


નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર

સાઉથ સિનેમા બાદ હવે બોલિવૂડમાં પણ પોતાનો જલવો વિખેરી રહેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. ફિલ્મ 'એનિમલ' બાદ અભિનેત્રી પાસે અનેક સારા પ્રોજેક્ટ્સની લાઈન લાગી છે. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હવે રશ્મિકા મંદાનાને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.

રશ્મિકા મંદાનાએ મજાકિયા અંદાજમાં એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને લખ્યું છે કે, ‘તાજેતરમાં જ એક અકસ્માતમાં તેનો માંડ-માંડ જીવ બચ્યો હતો. અમે મોતના મુખમાંથી બહાર આવ્યા.’ આ પોસ્ટથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો, પરંતુ બાદમાં લોકોને પણ ખ્યાલ આવી ગયો કે આ એક મજાક છે. 

'અમે મોતથી બચી ગયા...', રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, એક્ટ્રેસને લઈને આવી અપડેટ 2 - image

રશ્મિકા મંદાનાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

આ પોસ્ટમાં રશ્મિકાએ એક તસવીર પણ શેર કરી છે, જેમાં તેણે બાજુની સીટ પર બેઠેલી પેસેન્જર શ્રદ્ધા દાસ સાથે સેલ્ફી લીધી છે. શેર રશ્મિકાએ લખ્યું છે કે, ‘આ માત્ર એક સૂચના છે કે કેવી રીતે અમે મોતથી બચી ગયા.’  રશ્મિકા મંદાનાની આ ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. ઈમરજન્સી લેન્ડિંગને કારણે ફ્લાઈટ 30 મિનિટ બાદ મુંબઈ પરત ફરી હતી. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવાયું છે. આ દુર્ઘટનામાં જીવનું જોખમ હતું પરંતુ દરેક મુસાફર સલામત રીતે પરત ફર્યા હતા.



Google NewsGoogle News