કોબ્રા કેસના વિવાદ વચ્ચે એલ્વિશ યાદવની તબિયત લથડી, ડેન્ગ્યુ-મલેરિયાનો કરાવાશે ટેસ્ટ
- ડોક્ટરે એલ્વિશને બેડ રેસ્ટની સલાહ આપી
- ગુરૂગ્રામની પ્રાઈવેટ હોસ્પિટલમાં એલ્વિશ યાદવની સારવાર ચાલી રહી છે
નવી દિલ્હી, તા. 09 નવેમ્બર 2023, ગુરૂવાર
Big Boss OTT Winner Elvish Yadav Case: સાપોના ઝેર સપ્લાયના મામલે ફસાયેલ યુટ્યૂબર એલ્વિશ યાદવની તબિયત અચાનક લથડી ગઈ છે. આવી સ્થિતિમાં ડોક્ટરે તેને ડેન્ગ્યુ-મલેરિયા અને સીબીસીની તપાસ લખી છે. આ સાથે જ ડોક્ટરે એલ્વિશને બેડ રેસ્ટની સલાહ આપી છે. ત્યારબાદ ગુરૂગ્રામની પ્રાઈવેટ હોસ્પિટલમાં એલ્વિશ યાદવની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એલ્વિશ યાદવની તબિયત ઠીક ન હોવાના કારણે હજુ સુધી તે પોલીસની પૂછપરછમાં સામેલ નથી થયો. એલ્વિશને મંગળવારે પૂછપરછમાં સામેલ થવા માટે નોટીસ પાઠવી હતી. જેના માટે પોલીસ તેની રાહ જોઈ રહી છે.
પોલીસ એક વખત એલ્વિશની પૂછપરછ કરી ચૂકી છે
આ મામલે નોઈડા પોલીસ છેલ્લા દિવસોમાં એલ્વિસ યાદવની પૂછપરછ કરી ચૂકી છે. તેને લગભગ 50 સવાલ પૂછવામાં આવ્યા હતા. નોઈડા પોલીસે તેને સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે હજુ કેટલાક સવાલ-જવાબ કરવાના બાકી છે. એલ્વિશ અને ધરપકડ કરાયેલ અન્ય પાંચ આરોપીઓને આમને-સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલ્વિશ પોલીસ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં થોડો અચકાઈ રહ્યો હતો. તેમણે તમામ આરોપોથી ઈનકાર કરી દીધો હતો.