એલ્વિશ યાદવને હાઈ સિક્યોરિટી સેલમાં ધકેલાયો, વધુ કેટલાક આરોપીની થઈ શકે છે ધરપકડ
- પોલીસ વીડિયોની પણ તપાસ કરી રહી છે
Elvish Yadav News : યુટ્યૂબર એલ્વિશ યાદવને લુક્સર જેલની હાઈ સિક્યોરિટી સેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમાં કેટલાક અન્ય નામોનો પણ ખુલાસો થશે અને ધરપકડ પણ કરવામાં આવશે. પોલીસ વીડિયોની પણ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એલ્વિશ આર્મીએ પોલીસને જે અપશબ્દો કહ્યા છે તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. રવિવાર સાંજથી જ એલ્વિશ યાદવને ક્વોરેન્ટાઈન સેલમાં બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તેને હાઈ સિક્યોરિટી સેલમાં ધકેલવવામાં આવ્યો છે. અગાઉ નોર્મલ પ્રોસિઝર હેઠળ તેને સામાન્ય કેદીઓ સાથે રાખવામાં આવતો હતો પરંતુ એક સેલિબ્રિટી હોવાના કારણે તેને હાઈ સિક્યોરિટી સેલમાં ધકેલવામાં આવ્યો છે.
પોલીસ પુરાવા એકત્ર કરી રહી
ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ સાથે જ પણ પુરાવામાં જે કોઈ પણ સામે આવશે તેની પૂછપરછ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વીડિયો ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિની સંડોવણી જણાશે તેની પૂછપરછ કરવામાં આવશે. તેમણે એલ્વિશ આર્મીના સોશિયલ મીડિયા પર કહેવામાં આવેલા અપશબ્દો પર પણ કાર્યવાહી કરવાની વાત કહી હતી.