એલ્વિશ યાદવ અને પ્રિન્સ નરુલા વચ્ચે જોરદાર બબાલ! બંને એકબીજાને મારવાની ધમકી આપી
Roadies XX Elvish Yadav Vs Prince Narula Fight: રિયાલિટી શૉ રોડીઝ 20ના ઓડિશન રાઉન્ડ પછી હવે સફર શરૂ થઈ ગઈ છે. આ વખતે ચાર ગેંગલીડર પ્રિન્સ નરુલા, એલ્વિશ યાદવ, નેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તીએ પોતપોતાની ગેંગમાં ખૂબ જ સારા રોડીઝ લીધા છે. આ સિઝનમાં ખૂબ જ કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.
જો કે, માત્ર સ્પર્ધકો વચ્ચે જ નહીં પરંતુ ગેંગના લીડર વચ્ચે પણ સ્પર્ધા જોવા મળી રહી છે. શૉમાં એક તરફ નેહા અને રિયા વચ્ચે કેટ ફાઈટ જોવા મળી રહી છે તો બીજી તરફ પ્રિન્સ અને એલ્વિશ પણ એકબીજા સાથે જોરદાર લડાઈ કરી રહ્યા છે. હવે શોના લેટેસ્ટ પ્રોમોમાં એ પણ જોવા મળે છે કે કેવી રીતે પ્રિન્સ અને એલ્વિશ એકબીજા પર અંગત રીતે હુમલો કરી રહ્યા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
પ્રિન્સ અને એલ્વિશ વચ્ચે જોરદાર બબાલ
શૉના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે રોડીઝની સફર શરૂ થઈ ગઈ છે અને એક ટાસ્ક દરમિયાન પ્રિન્સ અને એલ્વિશ વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. બંને વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ એકબીજા પર અંગત રીતે હુમલો કરવાનું શરૂ કરી દીધું. સૌ પ્રથમ, એલ્વિશે પ્રિન્સને કહ્યું કે, 'ભાઈ, પહેલા તારો ટાઈમ સંભાળ.' તેના જવાબમાં પ્રિન્સે કહ્યું કે, 'સંભાળેલો જ છે.'
આ પણ વાંચો: ક્રિતી લગ્નની તારીખ નક્કી કરવા કબીરના ઘરે દિલ્હી પહોંચી
પ્રિન્સ-એલ્વિશનો અંગત હુમલો
આ પછી, એલ્વિશ કહે છે કે, 'અમારો તો સમય ચાલે જ છે.' જવાબમાં પ્રિન્સ કહે છે કે, 'અમારું પણ સારું ચાલે છે. છેલ્લા 10 વર્ષથી આવું ચાલી રહ્યું છે.' આના પર એલ્વિશ કહે છે કે, 'તારું તો કંઈ નથી ચાલી રહ્યું. તારા જેવા સાપ છે જેના પર કેસ થયેલા છે.' આ સંભાળતા જ પ્રિન્સને ગુસ્સો આવે છે અને તે કહે છે કે, 'મારી વિરુદ્ધ નહીં પણ તારી વિરુદ્ધ કેસ થયો છે.'
આ મામલો એટલો વધી ગયો કે એલ્વિશે પ્રિન્સને ત્યાં સુધી કહી દીધું કે, 'એક થપ્પડ પડશેને..' સામે પ્રિન્સે પણ કહ્યું કે, 'હું તને થપ્પડ લગાવીશ.' આમ બંને વચ્ચેની લડાઈ ખૂબ જ ભયંકર સ્વરૂપ લઇ લે છે.