રેવ પાર્ટીમાં સામેલ થવા મામલે એલ્વિશ યાદવની નોઈડા પોલીસ કરશે પૂછપરછ! થઈ શકે છે મોટા ખુલાસા
- દિવાળી બાદ એલ્વિશ મામલે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે
- કેટલાક શંકાસ્પદોના ટેલિગ્રામ એકાઉન્ટ પર પોલીસની નજર
નવી દિલ્હી, તા. 06 નવેમ્બર 2023, સોમવાર
નોઈડામાં સાપ પકડાયા બાદ આરોપોથી ઘેરાયેલ ફેમશ યુટ્યૂબર એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે. એલ્વિશ યાદવ પર કેસ નોંધવા વાળી નોઈડા પોલીસ ભલે તેની ધરપકડ માટે ઉતાવળ ન કરી રહી હોય પરંતુ તેના પર લાગેલા આરોપોની તપાસ કરાવવામાં આવી શકે છે. પોલીસ તેને પૂછપરછ માટે બોલાવી શકે છે. આ ઉપરાંત રેવ પાર્ટી સાથે કનેક્શન અંગે પણ તેમના વિરુદ્ધ કેટલાક તથ્યો પોલીસના હાથ લાગ્યા છે. તેને લઈને તેની સાથે સવાલ-જવાબ કરવામાં આવી શકે છે.
નોઈડા પેલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપી રાહુલ સહિત ત્રણને રિમાન્ડ પર લેવામાં આવશે. કોર્ટમાં અરજી દાખલ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એલ્વિશ યાદવને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. અત્યાર સુધીની તપાસમાં યુટ્યૂબરના અનેક સ્થળે રેવ પાર્ટીમાં સામેલ થવાના ઈનપુટ મળ્યા છે.
કેટલાક શંકાસ્પદોના ટેલિગ્રામ એકાઉન્ટ પર પોલીસની નજર છે. ટેલિગ્રામ અને નાઈઝિરિયન ચેટ એપના સહારે મોટાભાગના ડ્રગ્સની ડિલ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિવાળી બાદ એલ્વિશ મામલે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે.
હવે સેક્ટર 20 પોલીસ સ્ટેશનની પોલીસ તપાસ કરશે
એલ્વિશ મામલાની તપાસ હવે સેક્ટર 49 પોલીસ સ્ટેશનથી સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ મામલામાં બેદરકારીના કારણે સેક્ટર 49ના સ્ટેશન ઈન્ચાર્જને એક દિવસ પહેલા જ લાઈન હાજર કરી દેવામાં આવ્યા હતા.