VIDEO: '...એટલા માટે મેં તેને માર્યો, બાકી જે મુખ્યમંત્રી નિર્ણય લે તે મંજૂર', મારામારી મામલે એલ્વિશની સ્પષ્ટતા
નવી મુંબઇ,તા. 9 માર્ચ 2024, શનિવાર
'બિગ બોસ OTT 2' વિજેતા અને YouTuber એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઇ રહી. તેણે સોશિયલ મીડિયા એક્સ-યુઝર્સને ખરાબ રીતે માર માર્યાની ઘટના સામે આવ્યા બાદ વિવાદ વધુ વધતો જઇ રહ્યો છે. આ મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વીડિયોમાં એલ્વિશ યુવકને જમીન પર પટકાવીને થપ્પડ મારી રહ્યો છે. આ યુવકે એલ્વિશ યાદવ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામના સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં યુટ્યુબર સાગર ઠાકુર પર મારપીટ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
હવે આખી ઘટનાને લઇને એલ્વિશ યાદવે સ્પષ્ટતા આપી છે. એલ્વિશે કહ્યું કે, 'મને છેલ્લા 6-7 મહિનાથી ઉશ્કેરવામાં આવી રહ્યો હતો. મારા પરિવારના સભ્યોને સળગાવી દેવાની અને કાવતરામાં ફસાવવાની ધમકી આપવામાં આવી રહી હતી.
એલ્વિશ યાદવે કહ્યું કે, 'હું પોલીસ તપાસમાં સહકાર આપીશ. એક બાજુનો વીડિયો બતાવવામાં આવ્યો છે. બીજી બાજુ કોઈએ જોઈ નથી. મુખ્ય કારણ છુપાવવામાં આવી રહ્યું છે. હું તેની જગ્યાએ ગયો હતો. તે મારી જગ્યાએ આવ્યો નથી. તેણે ત્યાં પહેલેથી જ કેમેરો લગાવી દીધો હતો. મને ખબર નહોતી કે ત્યાં કેમેરા છે. જો મારે આ બધું કરવું હોત, તો હું આ બધુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હોત. તેને ફોલોવર્સની ભૂખ છે, તે મારા વિશે ખોટા નિવેદનો આપતો રહ્યો. વિક્ટિમ કાર્ડ રમાઈ રહ્યું છે કે આ કલમ લગાવવી જોઈએ. પોલીસ બુદ્ધિશાળી છે, તેઓ કાયદાકીય રીતે આની તપાસ કરશે. હું જનતાની સામે પણ બધું ક્લિયર કરીશ.
જયપુરમાં મારપીટના વીડિયો અંગે સ્પષ્ટતા આપતા એલ્વિશ યાદવે કહ્યું કે, 'હું મારી માતા સામે એક પણ દુર્વ્યવહાર સહન કરતો નથી,કોઇ પોતાના ઘરના સભ્યો વિશે ના સાંભળી શકે.' સાગર ઠાકુર સાથેના વિવાદ પર એલ્વિશ યાદવે કહ્યું. 'મને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, બધું પહેલેથી જ પ્લાનિંગ હતું. ત્યાંથી તે પરિવારના સભ્યોને સળગાવી દેવાની ધમકી આપતો હતો અને અપશબ્દો બોલતો હતો. એટલા માટે મેં માર્યો. હું માનહાનિનો કેસ કરીશ. તેણે મને વોટ્સએપ પર કોલ કર્યો જેથી હું રેકોર્ડ ન કરી શકું, જોકે મારો કોઈ ઈરાદો નહોતો, મારો હાથ ઉપડી ગયો કારણ કે, તે કમેન્ટ કરી રહ્યો હતો.