કોબ્રા કાંડમાં બરાબરનો ફસાયો એલ્વિશ યાદવ: જેલમાં કબૂલી ઝેરના સોદાની આ વાત

- એલ્વિશ પર ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં ફાઈનાન્સનું કામ કરવાનો આરોપ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
કોબ્રા કાંડમાં બરાબરનો ફસાયો એલ્વિશ યાદવ: જેલમાં કબૂલી ઝેરના સોદાની આ વાત 1 - image


નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024, સોમવાર

બિગ બોસ OTT-2નો વિનર અને સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. સાપ અને સાપોના ઝેરના સપ્લાઈ મામલે એલ્વિશ પર એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવવામાં આવી છે. એલ્વિશ પર ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં ફાઈનાન્સનું કામ કરવાનો આરોપ છે.

એલ્વિશ પર કઈ-કઈ કલમો લગાવવામાં આવી અને આ કલમનો અર્થ શું છે?

- NDPS ની કલમ 8/20 પ્રમાણે કોઈપણ વ્યક્તિ પાસેથી ગાંજા અથવા કોઈપણ ગાંજા જેવો ડ્રગ્સ મળી આવવો.

- કલમ 27 NDPS એક્ટ પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા નારકોટિક ડ્રગનો ઉપયોગ કરવો.

- NDPS 27A પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા નારકોટિક ડ્રગ્સ ખરીદવા અથવા તેના ફાઈનાન્સિંગમાં મદદ કરવી.

- કલમ 30 NDPS પ્રમાણે ફાઈનાન્સિંગ અથવા કંઝમ્પશન માટે પ્લાન બનાવવો. 

શું હોય છે NDPS એક્ટ?

NDPS એક્ટનો અર્થ થાય છે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985. જે સામાન્ય રીતે NDPS એક્ટ તરીકે ઓળખાય છે. આ એક્ટ ભારતની સંસદનો એક અધિનિયમ છે, જે વ્યક્તિ ઉત્પાદન/નિર્માણ/ખેતી, કબજો, વેચાણ, ખરીદી અથવા કોઈપણ નશાકારક દવાનું સેવન કરતો હોય તેના પર આ એક્ટ લગાવવામાં આવે છે.

14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં એલ્વિશ

કોબ્રા કાંડમાં એલ્વિશ યાદવની નોઈડા પોલીસ દ્વારા 17 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એલ્વિશ પર રેવ પાર્ટીઓમાં સાપ અને તેનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે. તેના પર ડ્રગ્સના ફાઈનાન્સ પર કામ કરવાનો પણ આરોપ છે. કોર્ટના આદેશ બાદ એલ્વિશને આ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. હાલ તે જેલમાં બંધ છે.

એલ્વિશની મોટી કબૂલાત

પૂછપરછમાં એલ્વિશે મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્વીકાર્યું છે કે, તે સાપોના ઝેરના સપ્લાય મામલે આરોપી સાથીઓને પહેલા પણ મળી ચૂક્યો છે. 

નોઈડા પોલીસે અગાઉ 5 લોકોની કરી હતી ધરપકડ

થોડા મહિના પહેલા એલ્વિશ તેના મિત્રો સાથે એક રેવ પાર્ટીમાં નજર આવ્યો હતો. આ પાર્ટીમાં તે પોતાના મિત્રો સાથે દુર્લભ સાપને ગળામાં નાખીને ડાન્સ-પાર્ટી એન્જોય કરતો નજર આવ્યો હતો. આ મામલે નોઈડા પોલીસે 2 નવેમ્બર 2023ના રોજ નોઈડાના સેક્ટર 51ના સેવરોન બેંક્વેટ હોલમાંથી  5 લોકોની ધરપકડ કરી હતી. કુલ 9 સાપ મળી આવ્યા હતા. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 બે મોઢાવાળા સાપ અને એક રેડ સ્નેક સામેલ હતા.

પૂછપરછમાં તે વખતે આરોપીઓએ જણાવ્યું હતું કે, સાપના ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીમાં કરવામાં આવે છે. FIRમાં એલ્વિશ યાદવને આરોપી બનાવવામાં આવ્યો હતો. હવે એલ્વિશે એ વાત કબૂલી છે કે, તે પાર્ટીમાં સામેલ લોકો સાથે તે પહેલાથી સંપર્કમાં હતો. 



Google NewsGoogle News