હાર્દિકની પૂર્વ પત્ની નતાશા સાથેની તસવીરો વાઈરલ થતાં જ એલ્વિશે આપ્યું આવું રિએક્શન
Elvish Yadav : તાજેતરમાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે જોવા મળ્યો હતો. બંને એક રીલ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. નતાશા અને એલ્વીશને એકસાથે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ ઘણાં લોકોએ બંનેને ટ્રોલ કરી રહ્યા હતા. હવે એલ્વિશ યાદવે ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે.
એલ્વિશે એક ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેની તરફેણમાં વાત થઈ રહી હતી. યુઝરે લખ્યું હતું કે, 'નતાશા અને એલ્વિશ એક મ્યુઝિકના પ્રોમો શૂટ વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ ચાહકોએ બંને પર શાબ્દિક હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. આ એક ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગમાં કોઈ તર્ક, નૈતિકતા, કે શિષ્ટાચાર હોતો નથી.' આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા એલ્વિશે લખ્યું, 'અને તેઓ મફતમાં ઘણું પીઆર પણ કરાવે છે.'
પંજાબી ગીત 'તેરે કરકે' માટે એલ્વિશ અને નતાશાએ રીલ શૂટ કરી હતી. જેમાં બંને રોમેન્ટિક વોક કરતા જોવા મળ્યા હતા. તે બંને બીજા અન્ય કોઈ પ્રોજેક્ટમાં પણ સાથે આવાના છે કે નહિ તેને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. એલ્વિશના સોશિયલ મીડિયા પર ઘણાં ચાહકો છે. તેણે લઈને અનેક લોકો તેની સાથે કોલોબ્રેશન કરતા હોય છે. અને તેની રીલ અને વીડિયો વાઈરલ થતા હોય છે.
એલ્વિશની કારકિર્દી ઘણી વિવાદોથી ઘેરાયેલી રહી છે. હવે તે આગામી રોડીઝની સિઝનમાં ગેંગ લીડર તરીકે જોવા મળશે. જો નતાશાની વાત કરીએ તો તેણે તેના પતિ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લઇ લીધા છે. આ વર્ષે જુલાઈમાં બંનેએ ફેન્સને પોતે એકબીજાથી અલગ થઇ ગયા હોવાની જાણકારી આપી હતી.