યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ, રેવપાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ મામલે થઈ હતી ફરિયાદ
Elvish Yadav Arrest : એલ્વિશ યાદવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબરને નોઈડા પોલીસે કસ્ટડીમાં લીધો છે. તેની કોબ્રા કાંડ મામલે ધરપકડ થઈ છે. કેસ મામલે પોલીસ તેમની ધરપકડ કરી રહી છે. ગત દિવસોમાં નોઈડા પોલીસે સાપના ઝેરની સાથે 5 લોકોની ધરપકડ કરી હતી.
એલ્વિશ યાદવ ફરી મુશ્કેલીમાં મુકાયો છે. સાપના ઝેર મામલે નોઈડા પોલીસે એક્શન લેતા તેમની ધરપકડ કરી છે. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ છે.
શું છે મામલો?
8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે તપાસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, ટીટૂનાથ, જયકરન, નારાયણ અને રવિનાથ સામેલ છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળ્યું હતું.