વીજળીના ઝટકા, જીભ કાપી...: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્ટાર અભિનેતાની બર્બરતાનો ઘટસ્ફોટ
Image: Facebook
Renuka Swamy Murder Case: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અત્યારે એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પૈકીના એક દર્શનની ગયા અઠવાડિયે પોલીસે એક હત્યાના મામલે ધરપકડ કરી લીધી હતી. આ મામલો દર્શનના જ એક ફેન, રેણુકાસ્વામીની હત્યા સાથે જોડાયેલો છે. રેણુકાસ્વામીની હત્યાના મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે તેણે દર્શનની નજીકની મિત્ર, એક્ટ્રેસ પવિત્રા ગૌડાને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા.
આ વાતથી નારાજ દર્શને રેણુકાસ્વામીના નામની સોપારી આપી અને તેની હત્યા કરાવી દીધી. પોલીસે જે ખુલાસા કર્યા તે અનુસાર આ દર્શન સતત હત્યારાના સંપર્કમાં હતો અને રેણુકાસ્વામીનું અપહરણ કરીને પહેલા તેની પાસે પણ લવાયો હતો. પોલીસે આ મામલે દર્શન અને પવિત્રા સહિત 17 લોકોની ધરપકડ કરી છે. હવે રેણુકાસ્વામીના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ચોંકાવનારી ડિટેલ્સ સામે આવી છે.
ઈલેક્ટ્રિસ શોક આપીને કર્યું ટોર્ચર
સોમવારે પોલીસે જણાવ્યું કે રેણુકાસ્વામીને હત્યા પહેલા ઈલેક્ટ્રિક શોક આપીને ટોર્ચર કરવામાં આવ્યું હતું. પોલીસે તાજેતરમાં જ આ મામલે ધનરાજ નામના એક વ્યક્તિની ધરપકડ કરી, જે કેબલ વર્કર છે. ધનરાજે પોલીસને જણાવ્યું કે મામલાના વધુ એક આરોપી નંદીશે તેને બેંગ્લુરુના એક ગોડાઉનમાં બોલાવ્યા, જ્યાં તેમણે રેણુકાસ્વામીને શોક આપવા માટે એક ડિવાઈસનો ઉપયોગ કર્યો. પોલીસે આ ડિવાઈસ પણ જપ્ત કરી દીધી છે.
પોલીસે કાર જપ્ત કરી
ફુટેજમાં રેણુકાસ્વામીનું અપહરણ કર્યાં પહેલાની ક્ષણો નજર આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આરોપીઓએ સવારે 09.30 મિનિટ પર રેણુકાસ્વામીને એક ઓટોરિક્ષામાં ફોલો કરવાનું શરૂ કર્યું. તેમનો એક સાથી સ્કુટર પર તેમને ફોલો કરતો નજર આવી રહ્યો છે.
રેણુકાસ્વામીના અપહરણમાં સામેલ એક કારને પણ પોલીસે રવિવારે જપ્ત કરી લીધી છે. આ કાર ચિત્રદુર્ગ જિલ્લામાં અય્યનહલ્લી ગામની અંદર એક ઘરની બહાર ઊભી કરવામાં આવી હતી. આરોપીઓમાંથી એક રવિએ આ કાર ત્યાં મૂકી હતી. રવિના પરિવારની પૂછપરછ બાદ આ કારમાંથી ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી.
પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારી માહિતી સામે આવી
આ પહેલા સામે આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું હતું કે રેણુકા સ્વામીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોએ તેના શરીર પર ગરમ સળિયાના ડામ આપેલાના નિશાન જોયા. ડોક્ટરોએ જણાવ્યું કે તેનું નાક, જીભ કાપેલી હતી અને જડબું પણ તોડીને અલગ કરી દેવાયું હતું. આ સાથે આખા શરીર પર અગણિત હાડકાંઓ તૂટેલા હતાં. એવું લાગતું હતું કે તેને દિવાલ સાથે પછાડીને મારવામાં આવ્યો છે. તેની ખોપડીમાં ફ્રેક્ચરના નિશાન મળ્યાં.
કન્નડ ઈન્ડસ્ટ્રીના ચેલેન્જિંગ સ્ટાર ગણાતા દર્શન અને 12 અન્ય લોકોની પોલીસે આ મામલે ગયા મંગળવારે ધરપકડ કરી હતી. શનિવારે આ લોકોની પોલીસ કસ્ટડી વધારી દેવાઈ હતી અને મામલામાં હજુ વધુ તપાસ ચાલી રહી છે.