એક્તા કપૂરની કહાની ઘર ઘર કી સિરિયલની બીજી સિઝન આવશે
- સાક્ષી તંવરના પુનરાગમન અંગે અવઢવ
- કાસ્ટ ફાઈનલ થઈ રહી છે, ટૂંક સમયમાં શૂટિંગ શરુ થઈ જશે
મુંબઇ : એકતા કપૂરની કહાની ઘર ઘર કી સિરિયલની બીજી સિઝન બનાવવાનો નિર્ણય લેવાયો છે. સિરિયલની કાસ્ટ નક્કી થઈ રહી છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરુ કરી દેવાશે.
એકતા કપૂરની સૌથી પોપ્યુલર સિરિયલ્સમાં કહાની ઘર ઘર કી નો સમાવેશ થાય છે. આ સિરિયલને લીધે સાક્ષી તંવર રાતોરાત મોટી ટીવી સ્ટાર બની ગઈ હતી.
મૂળ ૨૦૦૦માં શરુ થયેલી સિરિયલને ભારે લોકપ્રિયતા સાંપડી હતી. જોકે, છ વર્ષ સુધી ટીઆરપીમાં ટોપ પર રહી હતી. જોેકે, વાર્તામાં ૧૮ વર્ષનો જમ્પ આવ્યા બાદ સિરિયલની લોકપ્રિયતા ઘટી તી અને છેલ્લે ઓક્ટોબર ૨૦૦૯માં તે બંધ કરી દેવાઈ હતી.
એકતાએ પોતાની હિટ સીરિયલોના બીજા ભાગ બનાવ્યા છે, જેમાં કસૌટી જિંદગી કી, કવચ અને બડે અચ્છે લગતૈ હૈની બીજી સીઝન પ્રસારિત થઇ ચુકી છે. હવે કહાની ઘર ઘર કી ટીવી પર રિલીઝ થશે કે પછી સીધી ઓટીટી પર જ બીજી સિઝન આવશે તે અંગે અટકળો થઈ રહી છે.
અગાઉ, આ સિરિયલને ફરી બનાવવા માટે એકથી વધુ વખત પ્રયાસ થઈ ચૂક્યા છે પરંતુ દર વખતે તેમાં કોઈને કોઈ અડચણ આવી છે.
સિરિયલની મુખ્ય કલાકાર સાક્ષી તંવર ફરીથી સિરિયલમાં કામ કરશે કે પછી સાવ નવા જ કલાકારો સાથે વાર્તાને આગળ વધારાશે તે અંગે પણ અટકળો છે.