એકતા કપૂર પર લાગ્યો દેશને બગાડવાનો આરોપ, એક્ટ્રેસે ગુસ્સે થઈને આપ્યો આવો જવાબ

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
એકતા કપૂર પર લાગ્યો દેશને બગાડવાનો આરોપ, એક્ટ્રેસે ગુસ્સે થઈને આપ્યો આવો જવાબ 1 - image


                                                         Image Source: Facebook

મુંબઈ, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

બોલીવુડની સ્ટાર ફિલ્મમેકર એકતા કપૂર તાજેતરમાં જ ખૂબ ગુસ્સામાં નજર આવી. તેમણે ટ્વીટર પર પોતાની ફિલ્મ Thank You For Coming ને લઈને ટ્વીટ કરી, તો કુલ મળીને હું ટ્વીટર પર પરત આવી ગઈ છું તેના પહેલા કે મારી ટીમ ફરીથી મને વધુ કંઈ બોલવાથી ચૂપ કરી દે. એકતા કપૂરની આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી જે બાદ એકતા કપૂરે પોતાની નારાજગી વ્યક્ત કરી. 

એકતા કપૂરને ટ્રોલ્સ પર ગુસ્સો આવી રહ્યો છે

એકતા કપૂરે ફિલ્મને નિરાશાજનક ગણાવવા મુદ્દે લખ્યુ- જેટલો ઘોંઘાટ Thank You For Coming ના કારણે મચી રહ્યો છો, તો ફ્રીડમ નક્કી કરી શકાતી નથી અને સાચા-ખોટાની વાત તો તમે છોડી જ દો. પોઝિટીવ દ્રષ્ટિથી કહુ તો આ રિવ્યૂએ મારા ચહેરા પર હાસ્ય લાવી દીધુ છે. વિપરીત પ્રકારનું કન્ટેન્ટ આજના સમયથી જરૂરિયાત છે. ફિલ્મને ટ્રોલ કરનાર લોકોને ઘેરતા અને Thank You For Coming નો બચાવ કરતા એકતા કપૂરે લખ્યુ, આ એક ગાંડપણથી ભરેલી ફિલ્મ છે જે મારી ક્રેઝી પાર્ટનર રિયા સાથે મળીને બનાવાઈ છે.

ટ્રોલ્સના આરોપો પર એકતા કપૂરનો જવાબ

એકતા કપૂરે લખ્યુ, આ ફિલ્મ પિતૃસત્તાને ખતમ કરશે નહીં પરંતુ એવા લોકોના નાક નીચે જરૂર ગલીપચી કરશે જેથી તેમને છીંક આવે. આ ફિલ્મને ગાંડા જેવો પ્રેમ મળી રહ્યો છે કે પછી બેહિસાબ ગુસ્સો. અમુક લોકોએ એકતા કપૂર પર ભારતની સંસ્કૃતિને બગાડવાનો આરોપ લગાવ્યો અને તેમને જવાબ આપતા એક્ટ્રેસે લખ્યુ, મારી રોમાન્ચની ઈચ્છાના કારણે હું આને આવી જ ઈચ્છતી હતી. સંસ્કૃતિને તબાહ કરવાના આરોપને લઈને ભારતીય અને વૈશ્વિક પ્રેસ દ્વારા મળી રહેલી પ્રશંસા સુધી. 

કરણ જોહર સાથે મળીને સંસ્કૃતિ બગાડી રહી છે

એકતા કપૂરની ફિલ્મોને લાંબા સમયથી લોકોએ ખરાબ ફિલ્મો કહીને ટ્રોલ કરી છે. એવા લોકોને જવાબ આપતા તેણે લખ્યુ, નહીં, કેમ કે હું આવી જ છુ એટલે હું તો આવી જ ફિલ્મો બનાવીશ. એક ટ્વીટર યુઝરે એકતા અને કરણ જોહર પર દેશની સંસ્કૃતિને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. જવાબમાં એકતા કપૂરે કંઈ પણ લાંબો જવાબ આપવાના બદલે માત્ર હમમ્મમ લખી દીધુ.


Google NewsGoogle News