એકતા કપૂર પોતાની આગામી ફિલ્મ માટે તમન્ના ભાટીયાના સંપર્કમાં
- જો સમૂસુથરું પાર પડશે તો સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તે રૂપેરી પડદે જોવા મળશે
મુંબઇ : એકતા કપૂરની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટીયાની જોડી જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મ એક હિસ્ટોરિકલ ડ્રામા હશે. એકતા કપૂરની આ ફિલ્મનું શીર્ષક વન છે જેને દીપક મિશ્રા દિગ્દર્શન કરવાનો છે. ફિલ્મ માટે જંગલનો પણ એક મોટો સેટ બનાવવામાં આવ્યો છે.હાલ એકતા અને અભિનેત્રી વાતચીત કરી રહ્યા છે. એકતા આ ફિલ્મનું શૂટિંગ જુન મહિનામાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
તમન્ના ભાટીયા પાસે હાલ નો એન્ટ્રી ટુ અને રેન્જર જેવી ફિલ્મો છે. હવે તે એકતા કપૂરની ફિલ્મ માટે વાતચીત તરી રહી છે.
આફિલ્મને અલગ-અલગ લોકેશન પર શૂટ કરવામાં આવશે. ફિલ્મના વન શીર્ષક પરથી જંગલનો સેટ પણ તૈયાર કરવામાંઆવ્યો છે. એકતા કપૂરે આ ફિલ્મ વિશેની મોટા ભાગની માહિતી ગુપ્ત રાખી છે.