અભિનેતા રણબીર કપૂર સહિત 15 સેલિબ્રિટીને EDનું સમન્સ, ઓનલાઈન ગેમિંગ કેસ મામલે કાર્યવાહી

મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસ હેઠળ તપાસ એજન્સીઓના રડારમાં અનેક અભિનેતાઓ આવી ચૂક્યા છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
અભિનેતા રણબીર કપૂર સહિત 15 સેલિબ્રિટીને EDનું સમન્સ, ઓનલાઈન ગેમિંગ કેસ મામલે કાર્યવાહી 1 - image

Online Gaming-betting case : મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસ હેઠળ તપાસ એજન્સીઓના રડારમાં અનેક અભિનેતાઓ અને સિંગર્સ આવી ચૂક્યા છે. જે મામલે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરની મુશ્કેલી વધી ગઈ છે. તેને ઈડી દ્વારા સમન્સ પાઠવવા(ED Summons Ranbir Kapoor)માં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ બેટિંગ કેસમાં આ સમન્સ પાઠવાયું હોવાની માહિતી મળી રહી છે. તેને આગામી 6 ઓક્ટોબરે હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

રણબીર સિવાય અનેક સેલેબ્સના નામ સામેલ

આ કેસમાં માત્ર રણબીરનું જ નામ નહીં, પરંતુ લિસ્ટમાં 15-20 સેલેબ્સ બીજા પણ છે, જેઓ EDની રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કડ, ભારતી સિંહ, અલી અવરામ, સની લિયોની, ભાગ્યશ્રી, પલ્કિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકનું નામ સામેલ છે.

શું છે મામલો?

જણાવી દઈએ કે, મહાદેવ ગેમિંગ-બેટિંગ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત અમીરાતમાં થયા હતા. લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. આ આલીશાન લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓના હાથે લાગ્યો છે. લગ્નમાં પરફોર્મ કરવા માટે જેટલા પણ સેલેબ્સને બાલાવાયા હતા, તે પણ રડાર પર આવી ગયા છે. યુએઈમાં એપના પ્રમોટરના લગ્ન તથા સક્સેસ પાર્ટીમાં હાજરી આપનારા અભિનેતા અને સિંગર્સની પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા ઈડીએ મુંબઈ, ભોપાલ, કોલકાતા સહિત હવાલો ઓપરેટરોએ અહીં દરોડા પાડ્યા, જેમણે આ ઈવેન્ટ માટે રકમ મુંબઈની ઈવેન્ટ ફર્મને મોકલી હતી. અહીંથી સિંગર નેહા કક્કડ, સુખવિંદર સિંહ, ભારતી સિંહ અને ભાગ્યશ્રીને પરફોર્મ કરવા માટે પેમેન્ટ કરાયું હતું.

અભિનેતા રણબીર કપૂર સહિત 15 સેલિબ્રિટીને EDનું સમન્સ, ઓનલાઈન ગેમિંગ કેસ મામલે કાર્યવાહી 2 - image



Google NewsGoogle News