મની લોન્ડરિંગનો મામલોઃ અભિનેતા પ્રકાશ રાજની મુશ્કેલી વધી, ED ફટકારી નોટિસ
EDએ પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું
ED summons actor Prakash Raj : બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી શકે છે. પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ તેમને સમન્સ પાઠવ્યું છે. ED દ્વારા ચાલતા ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં હવે અભિનેતા પ્રકાશ રાજની પણ મુશ્કેલી વધી શકે છે.
ED પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવી શકે છે
આ મામલે હવે ED પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવી શકે છે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાતો કરે છે. પ્રણવ જ્વેલર્સ પર મની લોન્ડરિંગ અને ગોલ્ડ સ્કીમના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાનો આરોપ છે.
100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હોવાનો આરોપ
ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સે ગોલ્ડ સ્કીમના નામે લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને આ કેસમાં સંડોવાયેલા છે. EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા.
શું છે મામલો?
ED અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રણવ જ્વેલર્સના પુસ્તકોમાં સપ્લાયર પક્ષો એન્ટ્રી પ્રોવાઈડર હતા, જેમણે તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સ અને બેંકોમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ માટે એડજસ્ટમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી. ચુકવણીના બદલામાં આરોપીઓને રોકડ આપવાની પણ કબૂલાત કરાઈ હતી. સોમવારે દરોડા દરમિયાન, ઘણા દસ્તાવેજો મળી આવ્યા ઉપરાંત 23.70 લાખ રૂપિયાની રોકડ, 11.60 કિલો વજનના સોનાના દાગીના પણ મળ્યા. ત્યારબાદ આ તમામ વસ્તુને ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી.