એક સમયે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું કામ કરતો હતો હોલિવૂડનો આ પ્રખ્યાત સિંગર, કપિલના શૉમાં કરી કબૂલાત

Updated: May 19th, 2024


Google NewsGoogle News
એક સમયે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું કામ કરતો હતો હોલિવૂડનો આ પ્રખ્યાત સિંગર, કપિલના શૉમાં કરી કબૂલાત 1 - image
Image Twitter 

Ed Sheeran old Job : હાલમાં સોશિયલ મીડિયા પર એડ શીરાન (Ed Sheeran)નું નામ ખૂબ જ ચર્ચામાં છે. દરેક જગ્યાએ એડ શીરાન સાથે જોડાયેલા સમાચાર જોવા મળી રહ્યા છે. હમણાં જ હોલીવુડ સિંગર એડ શીરાન The Great Indian Kapil Show માં પહોંચ્યા હતાં. આ શોમાં તેણે ખૂબ જ મસ્તી કરી હતી. જ્યારે એડ શીરાન (Ed Sheeran)આ શોમાં જોવા મળ્યો ત્યારે દરેક લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. એડ શીરાને પણ તેના કેટલાક અનુભવો દર્શકો સાથે શેર કર્યા હતા.

રેસ્ટોરન્ટમાં વાસણો ધોતો હતો હોલીવુડનો આ ટોચનો સિંગર 

શો દરમિયાન વાત કરતાં શીરાને તેના ભૂતકાળનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેણે તેની સંગીત કરિયરની શરુઆત કરતાં પહેલા જે 'સૌથી અજીબ' નોકરી કરતાં હતા તેનો ખુલાસો કર્યો હતો. શીરાને ખુલાસો કર્યો કે તેઓ એક ડીશવોશર તરીકે કામ કરતો હતો. એડ શીરાને 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં ડીશવોશર તરીકેની તેની અગાઉની નોકરીનો ઉલ્લેખ કર્યો હતો.

અગાઉનું કામ રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું હતું

કપિલ શર્માએ એડ સાથે એક મજેદાર સેગમેન્ટ રમ્યા હતાં, જ્યાં તેણે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા આવ્યા હતા. સૌથી પહેલા કપિલે એડને સૌથી અજીબ વસ્તુ ખાવા વિશે પૂછયું, જેના જવાબમાં સિંગરે કહ્યું કે, "મેં જાપાનમાં એક વાનગી ખાધી છે, જે માછલીની બનેલી હતી, જે મને બિલકુલ પસંદ નહોતી આવી." એ પછી કપિલે તેમને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એવુ કયુ અજીવ કામ કર્યું છે. આ જવાબમાં એડ શીરાને ખુલાસો કર્યો હતો કે, તેનું અગાઉનું કામ રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું હતું.

કપિલે કરી એડ શીરાનની પ્રશંસા 

અર્ચના પુરણ સિંહ અને કપિલે આ સ્ટોરી સાંભળીને એડ શીરાનની પ્રશંસા કરી હતી. કપિલે કહ્યું, 'મારા ભાઈ, તમે આ રીતે શરૂઆત કરી હતી, પરંતુ જુઓ આજે તમે ક્યાં છો. મને તમારા પર ગર્વ છે. એડએ તેમનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે એડ શીરાન હોલીવુડના ફેમસ ગાયક કલાકાર છે. ગાયકે 'શેપ ઓફ યુ', 'પરફેક્ટ', 'આઈ ડોન્ટ કેર', 'થિંકિંગ આઉટ લાઉડ' જેવા ચાર્ટબસ્ટર ગીતોમાં સિંગરે પોતાનો અવાજ આપ્યો છે.


Google NewsGoogle News