Get The App

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી, 15 ઠેકાણે તપાસનો ધમધમાટ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Raj Kundra's house Raid


ED Raids On Raj Kundra's House: બોલિવૂડ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી હતી. આ કાર્યવાહી પોર્નોગ્રાફી નેટવર્ક મામલે કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મામલે ઈડી તેમના ઘર અને ઓફિસ બંને ઠેકાણે તપાસ કરી રહી છે.

રાજ કુંદ્રા વિરૂદ્ધ 2021માં પોલીસે પોર્ન પ્રોડક્શનના આરોપસર ધરપકડ કર્યા બાદ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ આ દરોડો પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈન્ડિયન પેનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરી હતી. બાદમાં સીટી કોર્ટે કુંદ્રાને જામીન આપ્યા હતાં. મોબાઈલ એપ્લિકેશન મારફત પોનોગ્રાફિક કન્ટેન્ટના પ્રોડક્શન અને વિત્તરણના આરોપોસર મની લોન્ડરિંગ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 15 વર્ષથી બિઝનેસમેન સાથે અફેર હોવાની જાણીતી અભિનેત્રીની કબૂલાત, હવે લગ્ન કરશે

પૈસાના વ્યવહારોની તપાસ શરુ 

મળતી માહિતી અનુસાર આ મામલે ઈડીની ટીમ કુલ 15 જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે. આ મામલે જે પૈસા એકઠાં થયા હતા તે આવા વીડિયોના માધ્યમથી વિદેશમાં મોકલાયા હતા. આ રીતે પૈસાની મોટાપાયે હેરફેર કરવામાં આવી હતી. જેની તપાસ ઈડી કરી રહી છે. જૂનમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કુંદ્રાની માલિકીની હોટશોટ્સ એપ્લિકેશન પોર્નોગ્રાફી પ્રોડક્શન કેસમાં સંડોવણી હોવાના આરોપોની તપાસ હાથ ધરી છે. જેમાં તપાસમાં જપ્ત કરાયેલ સર્વર પર એડલ્ટ સામગ્રીનો પર્દાફાશ કર્યો હતો.  જેના પગલે કુંદ્રા અને તેના સહયોગીઓની આકરી તપાસ હાથ ધરાઈ છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી, 15 ઠેકાણે તપાસનો ધમધમાટ 2 - image


Google NewsGoogle News