VIDEO : અરિજીતના અવાજમાં ડંકીનું પહેલું સોંગ 'લુટ પુટ ગયા' રિલીઝ, તાપસી પન્નૂના પ્રેમમાં શાહરુખ ખાન લટ્ટૂ થયા!

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News

VIDEO : અરિજીતના અવાજમાં ડંકીનું પહેલું સોંગ 'લુટ પુટ ગયા' રિલીઝ, તાપસી પન્નૂના પ્રેમમાં શાહરુખ ખાન લટ્ટૂ થયા! 1 - image

Image Source: Twitter

મુંબઈ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર

શાહરુખ ખાનની ફિલ્મ ડંકી આ વર્ષે ક્રિસમસના ખાસ અવસરે રિલીઝ થવાની છે. પઠાણ અને જવાન બાદ હવે ચાહકો શાહરૂખ ખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મનું મચઅવેટેડ સોન્ગ લુટ-પુટ રિલીઝ થઈ ગયુ છે.

ડંકીનું પહેલુ ગીત 'લુટ પુટ ગયા' રિલીઝ

આ એક રોમેન્ટિક ટ્રેક છે, જ્યાં શાહરૂખ ખાન તાપસી પન્નૂના પ્રેમમાં લટ્ટુ થતા નજર આવી રહ્યા છે. ગીતમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ સુંદર લાગી રહી છે. આ ગીતમાં અરિજીત સિંહનો દિલને સ્પર્શી લેનારો અવાજ છે. પ્રીતમે આને કમ્પોઝ કર્યુ છે. લીરિક્સ સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહ દ્વારા લખેલા છે. ગીતના દિલકશ ડાન્સ મૂવ્સ ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યા છે.

ફિલ્મનું ટીઝર ખૂબ શાનદાર છે

તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનો પહેલો ડ્રોપ જાહેર કર્યો હતો, જેને દર્શકો તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. ટીઝરમાં 4 મિત્રોની કહાની બતાવવામાં આવી છે, જે ઈંગ્લેન્ડ જવાનું સપનુ જોવે છે. પોતાના તમામ મિત્રોની જવાબદારી હાર્ડી એટલે કે શાહરુખ ખાનના ખભે હોય છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની ડંકી તેમની ફિલ્મ જવાન અને પઠાણથી બિલકુલ અલગ હશે.

રાજકુમાર હિરાનીએ ક્યારેય ફ્લોપ ફિલ્મો આપી નથી

આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. તેમણે પોતાના 20 વર્ષના કરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ ડાયરેક્ટ કરી નથી. એવામાં ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ સિવાય તાપસી પન્નૂ, વિક્કી કૌશલ પણ મહત્વના પાત્રોમાં નજર આવી રહ્યા છે.



Google NewsGoogle News