પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં 'ડંકી' ફિલ્મે કરી કમાલ! એક કરોડને પાર થયું કલેક્શન, જાણો આંકડા
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મના પહેલા દિવસની એડવાન્સ બુકિંગમાં ભારતમાં 37,652 ટિકિટ વેચાઈ છે અને 1.36 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ છે.
Image Twitter |
તા. 17 ડિસેમ્બર 2023, રવિવાર
Dunki First Day Advance Booking: શાહરુખ ખાન ખૂબ જ જલ્દી આ વર્ષની ત્રીજી ફિલ્મ 'ડંકી' લઈને મોટા પડદા પર જોવા મળશે. તેની આ ફિલ્મ 21 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થશે. કિંગ ખાન તેના ચાહકોને ક્રિસમસની ભેટ આપવાના છે. રિલીઝથી પહેલા આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ રહ્યું છે, જેમા ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.
એડવાન્સ બુકિંગમાં ભારતમાં 37,652 ટિકિટ વેચાઈ છે જેમા 1.36 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ
'ડંકી' ના પહેલા દિવસની એડવાન્સ બુકિંગનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમા પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 37 હજારથી વધારે ટિકિટો વેચીને કુલ 1 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મના પહેલા દિવસની એડવાન્સ બુકિંગમાં ભારતમાં 37,652 ટિકિટ વેચાઈ છે અને 1.36 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ છે.
પાત્રો અને સ્ટોરીની સાથે સાથે કોમેડી, રોમાંસ, પ્રેમ અને ઉંડી મિત્રતા બતાવવામાં આવી છે
ફિલ્મના ફર્સ્ટ હાફ ડંકીના લંડન સુધીના સફર વિશે છે. આ તમને પાત્રો અને સ્ટોરીની સાથે સાથે કોમેડી, રોમાંસ, પ્રેમ અને ઉંડી મિત્રતા બતાવી છે. બીજા હાફમાં ફિલ્મ તમને રડાવી નાખે તેવી છે. આ વસ્તુ ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં ક્યાંય નથી બતાવવામાં આવી. આ ફિલ્મ ભારતીય સિનેમામાં ઐતિહાસિક રહેશે.
શું છે ફિલ્મ 'ડંકી'ની સ્ટોરી
રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ડંકી' મિત્રોના એક ગ્રુપની સ્ટોરી છે જે બીજા દેશમાં જવા માટે ચોર રસ્તો અપનાવે છે. પરંતુ તે પછી તેમને ઘરે પરત આવવા માટે ખૂબ સંઘર્ષ કરવું પડે છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુએ લીડ એક્ટ્રેસનો રોલ અદા કરી રહી છે. ફિલ્મના ત્રણ ગીત 'લટ-પુટ ગયા', 'નિકલે ધ કભી હમ ઔર સે' અને 'ઓ માહી' રિલીઝ થયા છે, જેમાં શાહરૂખ અને તાપસીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ જોવા લાયક છે અને હાલમાં લોકોને વિદેશનો ક્રેઝ છે તેના પર આધારિત છે.