Dunki Fever : ચાહકો સવારે 6 વાગ્યે ફિલ્મ જોવા ગયા, થિયેટરની અંદર-બહાર જશ્નનો માહોલ

આજ 21 ડિસેમ્બરે શાહરુખ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થઇ

ફિલ્મની ખુશીમાં તેના ફેન્સ દ્વારા ઢોલ વગાડીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
Dunki Fever : ચાહકો સવારે 6 વાગ્યે ફિલ્મ જોવા ગયા, થિયેટરની અંદર-બહાર જશ્નનો માહોલ 1 - image


Shah Rukh Khan 'Dunki' released in theatres today:  વર્ષ 2023માં શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મ ડંકી આજે રિલીઝ થઇ છે. પઠાન અને જવાનની સફળતા બાદ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકીનો પણ હાલ ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ફેન્સ દ્વારા ફિલ્મના પહેલા જ શોથી જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાહકો કિંગ ખાનને બીગ સ્ક્રીન પર જોવા માટે સવારે 6 વાગ્યે થિયેટર પહોંચ્યા હતા. ફિલ્મ દરમ્યાન થિયેટરમાં જશ્નના વિડીયો અને ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ફેન્સ આતિશબાજી અને ઢોલ પર નાચતા જોવા મળી રહ્યા છે. 

ચાહકો માટે ફિલ્મ રિલીઝ ઉત્સવ સમાન 

ડંકીનો પહેલો શો ભારતમાં સવારે 5:55 મુંબઈના ગેયટી ગેલેક્સીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ચાહકોના પ્રતિભાવ જોતા લાગ્યું કે આ તેમના માટે એક ઉત્સવથી ઓછું નથી. ફિલ્મની રિલીઝ ઢોલ અને આતિશબાજીથી શરુ કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. તેમજ ત્યાં શાહરુખ ખાનના કટઆઉટ પર ચાહકો દ્વારા ફૂલની વર્ષા કરવામાં આવી હતી.

પઠાન અને જવાન બાદ પ્રશંસકોમાં ડંકી બાબતે પણ ઉત્સાહ 

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ડંકી માટે હાલ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત, વિક્કી કૌશલ, તાપસી પન્નુ, બોમન ઈરાની,  દિયા મિર્ઝા અને સતીશ શાહ છે. 

થિયેટરની અંદર કરવામાં આવી ઉજવણી

ફિલ્મનો પ્રથમ શો મુંબઈના પ્રતિષ્ઠિત ગેઈટી ગેલેક્સીમાં યોજવામાં આવ્યો હતો અને થિયેટરની અંદરની ઉજવણીના વીડિયો હાલ વાયરલ છે. ચાહકો ફિલ્મના પ્રથમ શોમાં પાર્ટી પોપર્સ અને કોન્ફેટી બોમ્બ લાવ્યા હતા. ઘણા લોકો ફિલ્મની ઉજવણી માટે સાન્તાક્લોઝ કેપ્સ પહેરીને થિયેટરોની અંદર 'લટ પુટ ગયા' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

બોક્સઓફીસ પર બ્લોકબસ્ટર થવાની આશા

ફિલ્મના આવા રિસ્પોન્સને જોતા શાહરુખ ખાનની આ ફિલ્મ પણ બોક્સઓફીસ પર બ્લોકબસ્ટર થવાની આશા છે. ફિલ્મની સ્ટોરી અભિજાત જોશી, રાજકુમાર હિરાની અને કનિકા ઢીલ્લન દ્વારા લખવામાં આવી છે. રાજકુમાર હિરાની અને ગૌરી ખાન દ્વારા નિર્મિત આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝ, રેડ ચીલી એન્ટરટેઈન્મેન્ટ અને રાજકુમાર હિરાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. 

Dunki Fever : ચાહકો સવારે 6 વાગ્યે ફિલ્મ જોવા ગયા, થિયેટરની અંદર-બહાર જશ્નનો માહોલ 2 - image


Google NewsGoogle News