ડંકી અને સાલારની બોક્સ ઓફિસ ક્લેશ ટાળવા પ્રભાસ અને શાહરૂખ ખાન સાથે વાતચીત કરશે
- નોર્થ બેલ્ટમાં બન્ને ફિલ્મોને સમાન સ્ક્રિન મળવા જોઇએ તેવી પ્રભાસની માંગણી
મુંબઇ : શાહરૂખ ખાનની ડંકી અને પ્રભાસની સાલાર બોક્સ ઓફિસ પર ક્લેશ થઇ રહી છે. તેવામાં શાહરૂખને નોર્થ બેલ્ટમાંની સ્ક્રિન વધુ મળી રહી હોવાથી પ્રભાસ શાહરૂખ સાથે વાતચીત કરવાનો છે. તેનું કહેવું છે બન્ને ફિલ્મોને સરખી સ્ક્રિન મળવી જોઇએ. જ્યારે શાહરૂખની ફિલ્મને વધુ સ્ક્રિન ફાળવવામાં આવી છે. પ્રભાસ બન્ને ફિલ્મોને ફાળવવામાં આવેલી સ્ક્રીન્સના ટકાવારીથી અસંતુષ્ટ હોવાથી શાહરૂખ સાથે ચર્ચા કરવા માંગે છે.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, નોર્ર્થ ઇન્ડિયામાં જેટલા મલ્ટીપ્લેક્સ છે, તેમાંથી ૪૬ ટકા શોઝ શાહરૂખની ડંકીને આપવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રભાસની સાલારને ફક્ત ૩૦ ટકા જ સ્ક્રિન્સ મળીરહ્યા છે. ૧૪ટકા સોઝ ફિલ્મ એક્વામેન ટુને આપવામાં આવશે. જ્યારે બચેલી ૧૦ ટકા સ્ક્રિન્સ પર રણબીર કપૂરની એનિમલ દેખાડવામાં આવશે. આ ફક્ત નોર્થઇન્ડયાના એ મલ્ટીપ્લેક્શના હિસાબ છે જેની પાસે ત્રણ સ્ક્રીન્સ છે.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, પ્રભાસ હિંદી ભાષી ક્ષેત્રોમાં ડંકી અને સાલાર વચ્ચેના સ્ક્રીન્સના ભાગલાથી અંસંતુષ્ટ છે. તે બન્ને ફિલ્મોને નોર્થ ઇન્ડિયામાં ૫૦-૫૦ સ્ક્નીન્સની માંગણી કરી રહ્યો છે. એટલે કે શાહરૂખ અને પ્રભાસની ફિલ્મને સરખાભાગે સ્ક્રિન્સ મળવી જોઇએ તેવી તેની ડિમાન્ડ છે.