Get The App

દ્રશ્યમ-ટૂની એકટ્રેસ શ્રીયા સરને પતિને ઓનકેમેરા કિસ કરતાં ટ્રોલ થઈ

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
દ્રશ્યમ-ટૂની એકટ્રેસ શ્રીયા સરને પતિને ઓનકેમેરા કિસ કરતાં ટ્રોલ થઈ 1 - image


- કેમેરા જોઈને હરકતો કરતી હોવાની ટીકા

- કોઈએ કહ્યું હવે ફિલ્મને પબ્લિસિટીની જરૂર નથી : જોકે, કેટલાક લોકોએ બચાવ પણ કર્યો

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'દૃશ્યમ ટૂ'ની એકટ્રેસ શ્રીયા સરને તેના પતિને ઓન કેમેરા કિસ કરતો પોઝ આપતાં તે ભારે ટ્રોલ થઈ છે. 

શ્રીયાએ મુંબઈ એરપોર્ટ પર તેના પતિ આંદ્રેઈ કોશ્ચિવ સાથે પાપારાઝી ફોટોગ્રાફર્સને કેટલાક પોઝ આપ્યા હતા. તેમાં તેણે પતિને ઓનકેમેરા કિસ પણ કરી હતી. 

આ તસવીરો તથા વીડિયો વાયરલ થતાં તેના પર જાતજાતની કોમેન્ટ થઈ હતી. 

કેટલાય યૂઝર્સે શ્રીયાની આ હરકતને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે કેમેરા સામે હોય એટલે તરત આવી હરકત કરવી જરુરી નથી. કેટલાકે લખ્યું હતું કે ફિલ્મની બોક્સ ઓફિસ પર સારી શરુઆત થઈ ગઈ છે એટલે હવે વધારે કોઈ પબ્લિસિટી સ્ટન્ટની જરુર પણ નથી. 

જોકે, કેટલાક ચાહકોએ શ્રીયાનો બચાવ પણ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે વિદેશમાં તો જાહેરમાં ચૂંબન બહુ સ્વાભાવિક મનાય છે. તેનો પતિ વિદેશી છે એટલે તેના માટે આ બહુ સહજ ચેષ્ટા છે. 

કેટલાકે લખ્યું હતું કે કોઈ બે લોકો લાગણીથી પ્રેરાઈને જાહેરમાં ચુંબન કરે તેની સામે વાંધો લેતાં હવે ક્યારે અટકશું. કોઈએ લખ્યું હતું કે તે તેના પતિને કિસ કરે એમાં ખોટું શું છે.


Google NewsGoogle News