Get The App

અજય દેવગનની Drishyam 2 એ બીજા દિવસે પણ કરી બમ્પર કમાણી, આંકડો ચોંકાવનારો

દેશભરના સિનેમાગૃહોમાં 18 નવેમ્બરે રિલિઝ થઈ ફિલ્મ ‘દ્રશ્યમ 2’

ફિલ્મે પ્રથમ દિવસે 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું

Updated: Nov 21st, 2022


Google NewsGoogle News

મુંબઈ,તા.21 નવેમ્બર-2022, સોમવાર

અભિષેક પાઠક નિર્દેશિત અને અજય દેવગનનો ધાસૂં રોલ ધરાવતી ફિલ્મ ‘દ્રશ્યમ 2’ જબરદસ્ત ચર્ચામાં છે. 18 નવેમ્બર 2022ના રોજ રિલિઝ થયેલી આ ફિલ્મે ઓપનિંગમાં જ બંપર કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર ફિલ્મે પહેલા દિવસે જ 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યું છે. તો બીજા દિવસે પણ કલેક્શનમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે.

મલયાલમ ફિલ્મો પરથી બનાવાયા ‘દ્રશ્યમ’ના બંને ભાગો

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘દ્રશ્યમ’ના ભાગ-2ના રૂપે આવેલી ‘દ્રશ્યમ-2’ પ્રથમ દિવસે જ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. ઉલ્લેખનિય છે કે, હિંન્દીમાં બનાવાયેલી આ બંને ફિલ્મો મલયાલમ ભાષામાં આ નામથી બનેલી ફિલ્મોની રિમેક છે.

ફિલ્મનું કુલ કલેક્શન 35.38 કરોડ રૂપિયએ પહોંચ્યું

ગઈકાલે રિલિઝ થયેલી દ્રશ્યમ-2એ પ્રથમ દિવસે જ 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું છે. તો ફિલ્મે બીજા દિવસે (શનિવારે) પ્રથમ દિવસ કરતા પણ વધુ કમાણી કરી છે. ‘દ્રશ્યમ 2’એ બીજા દિવસે ભારતમાં 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ તેનું કુલ કલેક્શન 35.38 કરોડ રૂપિયએ પહોંચ્યું છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. એટલે કે ફિલ્મે અત્યાર સુધીમાં બજેટના અડધા ઉપર કમાણી કરી લીધી છે.


Google NewsGoogle News