'ડોક્ટર્સે માની લીધુ હતુ કે મારુ મૃત્યુ થઈ ચૂક્યુ છે, મને નવુ જીવન મળ્યુ...' : શ્રેયસ તલપડે

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
'ડોક્ટર્સે માની લીધુ હતુ કે મારુ મૃત્યુ થઈ ચૂક્યુ છે, મને નવુ જીવન મળ્યુ...' : શ્રેયસ તલપડે 1 - image


Image Source: Twitter 

મુંબઈ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

ફેમસ એક્ટર શ્રેયસ તલપડે માટે ડિસેમ્બરનો મહિનો મુશ્કેલીથી ભરેલો રહ્યો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ. દવાની સાથે પ્રાર્થનાઓએ પણ અસર કરી અને હવે તેઓ રિકવર થઈ ચૂક્યા છે. હવે તેમણે પોતાના અનુભવ વિશે જણાવ્યુ છે. સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેઓ ક્લિનિકલી મૃત્યુ પામ્યા હતા. આ લાઈફમાં તેમની બીજી તક છે. શ્રેયસ તલપડેએ જણાવ્યુ કે તેઓ જીવનમાં ક્યારેય પણ હોસ્પિટલમાં દાખલ થયા નહોતા. હેલ્થ ઈમરજન્સીના કારણે તેમને અહેસાસ થયો કે 'જાન હે તો જહાન હે' તેમણે જણાવ્યુ કે તેમનુ હૃદય 10 મિનિટ સુધી ધડકવાનું બંધ થઈ ગયુ હતુ. 

શ્રેયસ તલપડે છેલ્લા કેટલાક દિવસોથી થાક અનુભવી રહ્યા હતા

એક્ટરે જણાવ્યુ કે તેઓ ક્લિનિકલી મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારમાં હૃદયની બીમારીઓનો ઈતિહાસ રહ્યો છે. તેઓ 20 વર્ષની ઉંમરથી સતત કામ કરી રહ્યા છે અને હવે તેઓ 47 વર્ષના છે. તેઓ છેલ્લા અમુક મહિનાના વ્યસ્ત શેડ્યૂલના કારણે ખૂબ થાક અનુભવી રહ્યા હતા. તેથી તેમણે બેદરકારી વિના ઘણા ટેસ્ટ પણ કરાવ્યા.

સેટ પર હાર્ટ એટેક આવ્યો હતો

શ્રેયસે તે દિવસને યાદ કર્યો જ્યારે તેમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. તેઓ અપકમિંગ મૂવી 'વેલકમ ટુ ધ જંગલ' પર કામ કરી રહ્યા હતા. જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ લશ્કરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ, અચાનક મને હાંફનો અનુભવ થયો અને મારો ડાબો હાથ દુખાવા લાગ્યો. હુ માંડ-માંડ પોતાની વેનિટી વેન સુધી જઈ શક્યો અને કપડા બદલી શક્યો.

ટ્રાફિક જામમાં ફસાયા, બેભાન થઈ ગયા હતા

શ્રેયસ ઘરે પહોંચ્યા જ્યાં તેમની પત્ની દીપ્તિ તેમની હાલત જોઈને તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ રસ્તામાં તેમની ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. આ દરમિયાન શ્રેયસ બેભાન થઈ ગયા દીપ્તિએ કોઈપણ રીતે મદદ લીધી અને શ્રેયસને ડોક્ટર્સ પાસેથી મેડીકલ હેલ્પ મળી શકી. જ્યારે તેમને ભાન આવ્યુ ત્યારે ડોક્ટરે તેમને જણાવ્યુ કે તેઓ એન્જિયોપ્લાસ્ટી દરમિયાન હસી રહ્યા હતા. સાથે જ પત્ની દીપ્તિને ચિંતામાં મૂકવા માટે માફી પણ માંગી રહ્યા હતા.

શ્રેયસ સ્મોકિંગ કરતા નથી

શ્રેયસે ચાહકોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના આરોગ્યનું ધ્યાન રાખે. તેમણે જણાવ્યુ કે તેઓ સ્મોકિંગ કરતા નથી. ક્યારેક જ ડ્રિન્ક કરે છે. સારુ ભોજન જમે છે અને સારી લાઈફસ્ટાઈલ જીવે છે તેમ છતાં તેમની સાથે આ ઘટના ઘટી ગઈ. 


Google NewsGoogle News