Get The App

ઈટાલી ફરવા ગયેલ અભિનેત્રી સાથે લૂંટફાટ, કાર તોડીને પાસપોર્ટ સહિત સામાન લઈ ગયા ચોર

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ઈટાલી ફરવા ગયેલ અભિનેત્રી સાથે લૂંટફાટ, કાર તોડીને પાસપોર્ટ સહિત સામાન લઈ ગયા ચોર 1 - image
Image  Twitter 

Divyanka Tripathi : ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને તેના પતિ વિવેક દહિયા સાથે ઈટાલીમાં એક મોટી ઘટના બની છે. માહિતી પ્રમાણે દિવ્યાંકા અને વિવેક તેમની 8મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે યુરોપ ફરવા ગયા હતા. તેઓ યુરોપમાં આરામથી ફરી રહ્યા હતા, ત્યારે તેમના પાસપોર્ટ સહિત રુપિયા10 લાખની કિંમતનો સામાન ચોરાઈ ગયો હતો.

દિવ્યાંકાના સામાનની થઈ ચોરી

આ વિશે એક ઈન્ટરવ્યુમાં આખી ઘટના વિશે વાત કરતા વિવેકે કહ્યું- "અમારો પ્રવાસ ખૂબ સારો ચાલી રહ્યો હતો. પરંતુ ગઈકાલે અમે ફ્લોરેન્સમાં રોકાવામાં માટે આવ્યા હતા. અમે જે હોટેલમાં રહેવાના હતા તે જોવા ગયા હતા. ત્યારા આ સમય દરમિયાન અમે પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં અમારો સામાન રાખ્યો હતો. પંરતુ જ્યારે અમે અમારો સામાન લેવા નીચે આવ્યા ત્યારે તમામ સામાન ચોરાઈ ગયો હતો. જેમાં અમારો પાસપોર્ટ, પર્સ અને 10 લાખની કિંમતની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. ચોર કારના તાળા તોડી અંદર રાખેલો સામાન ચોરીને ભાગી ગયા હતા. અમે સ્થાનિક પોલીસને મદદ માટે વિનંતી કરી હતી, પરંતુ તેઓએ અમારો રિપોર્ટ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું છે, કે સીસીટીવી ફૂટેજ વગર અમે કંઈ ન કરી શકીએ."

અભિનેત્રીએ દૂતાવાસ પાસે મદદ માંગી

વિવેકે વધુમાં કહ્યું કે 'પોલીસ લોકેશન પર જઈને જોવાનું પણ યોગ્ય ન સમજી. પોલીસ સ્ટેશન 6 વાગ્યે બંધ થઈ જાય છે. ત્યાર બાદ અહીં કોઈ સાંભળતું નથી. અમે એમ્બેસી સુધી પહોંચવાની કોશિશ કરી પરંતુ તે પણ બંધ છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર તૂટેલી કારનો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં કારનો કાચ સંપૂર્ણપણે તૂટેલા જોવા મળ્યો હતો. કારની ખરાબ હાલત જોતા સ્પષ્ટ થાય છે કે, ચોર ખૂબ જ ઉતાવળમાં સામાન લઈને ભાગ્યો હશે. 


Google NewsGoogle News