પૂષ્પા ટૂમાં આઈટમ સોંગની લોટરી દિશા પટાણીને લાગી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
પૂષ્પા ટૂમાં આઈટમ સોંગની લોટરી દિશા પટાણીને લાગી 1 - image


- સામંથા પછી શ્રી લીલાનું પત્તું પણ કટ

- લાંબા સમયથી આ આઈટમ સોંગ માટે દિશા હોડમાં હતી, કલ્કિ પછી સાઉથમાં બીજો મોટો ચાન્સ

મુંબઇ : 'પુષ્પા ટૂ'નાં આઈટમ સોંગ માટે દિશા પટાણી ફાઈનલ થઈ ગઈ હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાય મહિનાઓથી દિશા સહિતની હિરોઈનો આ સોંગ મેળવવા માટે હોડમાં હતી. 

'પુષ્પા'નાં આઈટમ સોંગ 'ઉ અંટવા'થી સામંથા રુથ પ્રભુ રાતોરાત પાન ઈન્ડિયા સ્ટાર બની ગઈ હતી. જોકે, સામંથાએ માયોસાઇટિસ બીમારીને કારણે બ્રેક લેતાં બીજા ભાગમાંથી તેનું નામ નીકળી ગયું હતું. તે પછી અનેક હિરોઈનો આ હોડમાં હોવાનું કહેવાતું હતું. દિશા ઉપરાંત સાઉથની એકટ્રેસ શ્રીલીલાનું નામ પણ આ આઈટમ સોંગ માટે ચર્ચાયું હતું. 

દિશાને સાઉથમાં આ બીજા મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી છે. તે પ્રભાસ તથા દીપિકાની ફિલ્મ 'કલ્કિ, ૨૮૯૮   એડી'માં પણ દેખાવાની છે. 

'પુષ્પા ટૂ' આગામી ઓગસ્ટમાં રીલીઝ થવાની છે. બોક્સ ઓફિસ પર તેનો મુકાબલો અજય દેવગણની 'સિંઘમ અગેઈન' સાથે થશે.


Google NewsGoogle News