સૂર્યાની કર્ણ ફિલ્મમાંથી દિશા પટાણીનું પત્તું કટ થઈ ગયું
- દિશાને સ્થાને નયનતારા ગોઠવાય તેવી વકી
- ફિલ્મ નિર્માતાઆનો ઉતાવળે રીલીઝ ડેટ એનાઉન્સ કરી ફાવતી તારીખો કબજે કરવા વ્યૂહ
મુંબઇ : સાઉથના સ્ટાર સૂર્યાની ફિલ્મ 'કર્ણ'માંથી દિશા પટાણીનું પત્તું કટ થઈ ગયું છે. તેની જગ્યાએ નયનતારા ગોઠવાઈ જાય તેવી સંભાવના છે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ કર્ણનું શૂટિંગ જાન્યુઆરી મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. જો નયનતારાની આ ફિલ્મમાં એન્ટ્રી થશે તો ફિલ્મને ડબલફાયદો મળે તેમ છે. નયનતારા દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય છે.
બીજી તરફ દિશા પટાણી સાઉથ તો ઠીક પરંતુ બોલીવૂડમાં પણ ખાસ પોપ્યુલર નથી. તેની હાજરીથી ટિકિટબારી પર કોઈ ખાસ ફાયદો થઈ શકે તેમ નથી. આ ઉપરાતં એક્ટિંગ કે સ્ક્રીન પ્રેઝન્સની રીતે પણ દિશા બહુ પ્રભાવશાળી નથી.
રાકેશ ઓમ પ્રકાશ મહેરા બહુ જંગી બજેટ સાથે આ મહત્વાકાંક્ષી ફિલ્મ બનાવી રહ્યા છે અને તેથી તેઓ કાસ્ટિંગ બાબતે કોઈ જોખમ લેવા માગતા નથી. આથી જ તેમણે સાઉથના બહુ હોનહાર એક્ટર ગણાતા સૂર્યાને પસંદ કર્યો છે. સૂર્યાની 'જય ભીમ' હિંદી બેલ્ટમાં પણ એટલી જ વખણાઈ હતી.