મુકેશ અંબાણીના ઘરે ગણપતિ સેલિબ્રેશનમાં સાડી પહેરીને પહોંચી હતી દિશા પટણી, જાણો કેમ થઈ ટ્રોલ
દિશા પટણી પણ મોની રોય સાથે બપ્પાના દર્શન કરવા અંબાણીના ઘરે પહોંચી હતી
દિશાનું ગીત 'ક્યો ફિકર કરું મેં' થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું
Image:Instagram |
મુકેશ અંબાણીના ઘરે ગઈકાલે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણાં બોલીવૂડ સેલેબ્સ અંબાણીના ઘરે ટ્રેડીશનલ લુકમાં ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કરવા પહોંચેલા તમામ સેલેબ્સના ફોટોસ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દિશા પટણી પણ મોની રોય સાથે બપ્પાના દર્શન કરવા અંબાણીના ઘરે પહોંચી હતી. જો કે દિશાના ફોટોસ અને વીડિયો પર કેટલાંક સોશ્યલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
દિશા સોશ્યલ મીડિયા પર થઇ ટ્રોલ
દિશાએ સિલ્ક સાડી અને ગોલ્ડન ડીપ બ્લાઉઝ પહેર્યું હતું. કેટલાંક યુઝર્સને દિશાની આ સ્ટાઈલ પસંદ આવી ન હતી. દિશાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, 'દર્શન કરવા આવ્યા છો તે પ્રમાણે કપડાં તો પહેરો.' કોઈએ લખ્યું, ' આ કોઈ ફેશન ઈવેન્ટ નથી પણ પૂજા છે. અહિયાં તે મુજબ કપડાં પહેરવા જોઈએ. એક અન્ય યુઝરે કોમેન્ટ કરી, 'કોઈ તમને ઘૂંઘટ કરવાનું નથી કહેતું, પરંતુ તમારે જાણવું જોઈએ કે તમે પૂજા ફંક્શનમાં જઈ રહ્યા છો, તેથી તે મુજબ કપડાં પહેરવા જોઈએ, તમે બીચ પાર્ટીમાં નથી જઈ રહ્યા.'
વેલકમ 3માં જોવા મળશે દિશા પટણી
દિશાનું ગીત 'ક્યો ફિકર કરું મેં' થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું, જેને દર્શકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં દિશાએ માત્ર પરફોર્મ જ નથી કર્યું પરંતુ આમાં તેનું વોઈસ ઓવર પણ હતું અને આ ગીતને દિશાએ ડાયરેક્ટ પણ કર્યું હતું. દિશા 'વેલકમ ટુ ધ જંગલ'માં પણ જોવા મળશે.